મગફળીની સરકારી ખરીદીનાં ઠેકાણાં ન હોવાથી ખેડૂતોમાં રોષ

201606Nov
મગફળીની સરકારી ખરીદીનાં ઠેકાણાં ન હોવાથી ખેડૂતોમાં રોષ

રાજ્ય સરકાર દ્વારા ર૦૧૬-૧૭ની સીઝનમાં મગફળીની ટેકાના ભાવથી ખરીદીનો સૌરાષ્ટ્રમાં લાભપાંચમથી શુભારંભ કરાયો છે ત્યારે સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ખેડૂતોની પ૦ ટકા મગફળી દિવાળી પહેલાં માર્કેટયાર્ડોમાં વેચાઈ ગઈ હોવા છતાં હજુ સુધી સરકારી ખરીદીનાં કોઈ ઠેકાણાં ન હોવાથી ખેડૂતોમાં વ્યાપક રોષ ભભૂક્યો છે.

જ્યારે સરકાર ટેકાના ભાવે કેન્દ્રોને લીલીઝંડી આપવાનું ભૂલી ગઈ હોય તેવી સ્થિતિના કારણે માર્કેટયાર્ડોના સંચાલકો પણ ટેકાના ભાવે મગફળી ખરીદવાથી દ્વિધામાં મૂકાયા છે. જિલ્લામાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં અનેક વિષમ પરિસ્થિતિઓ વચ્ચે ખેડૂતોએ મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું.

ખેતરોમાં ભૂંડ તેમજ નિલગાયો ભેલાણ કરતી હોવાથી ખેડૂતોએ રાત-દિવસ ખેતરોમાં ધામા નાખી પાક તૈયાર કર્યો પરંતુ માર્કેટમાં મગફળીના યોગ્ય ભાવ ન મળતાં અગાઉ કેટલાક યાર્ડોમાં ખેડૂતોને હોબાળા કરી હરાજી અટકાવવાની ફરજ પડયા પછી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનું દબાણ વધી જતાં આખરે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું જાહેર કરાયું હતું જેથી ખેડૂતોને મન શરૃઆતમાં હાશ થઈ હતી પરંતુ સરકારે નક્ક.

હલરેલા ભાવ પણ ખેડૂતોને પરવડે તેમ નથી ત્યાં લાભપાંચમથી સરકારે રાજકોટ, ગોંડલ તેમજ બનાસકાંઠા સહિત પાટણ જિલ્લામાં સરકારી ખરીદ કેન્દ્રો શરૃ કરી ટેકાના ભાગે મગફળી ખરીદવાની શરૃઆત કરી છે પરંતુ રાજ્ય સરકારનો ખેતીવાડી વિભાગ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના મગફળી પકવતા ખેડૂતોને વિસરી ગયો હોય તેમ હજી સુધી ખરીદ કેન્દ્રનાં કોઈ ઠેકાણાં નથી જેથી ખેડૂતોમાં વ્યાપક નારાજગી જોવા મળી રહી છે.

બંન્ને જિલ્લામાં ભિલોડા, હિંમતનગર, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર અને મોડાસા સહિતના યાર્ડોમાં સરકારી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૃ થવાની હતી પરંતુ તંત્ર તરફથી કોઈ પ્રત્યુત્તર હજી સુધી મળ્યો ન હોવાથી યાર્ડોના સંચાલકો પણ મગફળી ખરીદવા અંગે મુશ્કેલીમાં મૂકાયા છે. અન્ય જિલ્લાઓમાં મગફળીની સરકારી ખરીદી શરૃ થઈ છે

પરંતુ બંન્ને જિલ્લાના જાહેર કરેલા કેન્દ્રોમાં હજી સુધી મગફળી ખરીદવા અંગે કોઈ ચોખવટ થઈ ન હોવાથી કેટલાક યાર્ડોના હોદ્દેદારો સરકાર સમક્ષ રજૂઆત કરનાર હોવાનું જાણવા મળ્યું છે. ટૂંકમાં બંન્ને જિલ્લામાં ખેડૂતોની પાક ઉપજની પ૦ ટકા મગફળીની ઉપજ માર્કેટયાર્ડોમાં ઓછા ભાવે વેચાઈ ગઈ હોવા છતાં લાભપાંચમ પછી પણ મગફળીની સરકારી ખરીદી શરૃ થઈ શકી નથી જેથી મગફળી પકવતા ખેડૂતોમાં ભારે રોષ પ્રર્વિત રહ્યો છે.

બુધવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શક્યતા : માર્કેટ સૂત્રો સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં મગફળીની સરકારી ખરીદી શરૃ થઈ નથી જેથી ખેડૂતોમાં ચણભણાટ શરૃ થયો છે.

મોટાભાગનો મગફળીનો જથ્થો ઓછા ભાવે વેચાઈ ગયા પછી ટેકાના ભાવે ખરીદીનાં કોઈ ઠેકાણાં નથી ત્યારે હિંમતનગર માર્કેટયાર્ડના સૂત્રોનો ટેલિફોનિક સંપર્ક કરતાં સરકાર અંદાજીત બુધવારથી જે તે નક્કી કરેલા કેન્દ્રો ઉપરથી મગફળીની ખરીદી કરનાર હોવાનું જણાવ્યું હતું. જ્યારે મોડાસા માર્કેટયાર્ડના સૂત્રોનો સંપર્ક કરતાં તેમને પણ હજુ સુધી મગફળીની સરકારી ખરીદી માટે જણાવાયું ન હોવાથી માર્કેટયાર્ડના હોદ્દેદારો આ મુદ્દે સરકારમાં રજૂઆત કરનાર જનાર હોવાનું જણાવ્યું હતું.

source: sandesh

સાબરકાંઠા/Sabarkantha,View : 320

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • એક હાથ કોઈને મદદ માટે ફેલાય તે પ્રાથના માટે જોડાયેલા બે હાથ કરતા વધારે મુલ્યવાન હોય છે.