મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠામાં દલિતોનો જમણવાર અલગ કરાયો, ને બાદમાં બહિષ્કાર કરાયો

201723Feb
મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠામાં દલિતોનો જમણવાર અલગ કરાયો, ને બાદમાં બહિષ્કાર કરાયો

યાત્રાધામ બહુચરાજીની બાજુમાં આવેલા રાંતેજ ગામમાં તા. ૮ અને તા. ૯ ફ્રેબ્રુઆરીનાં રોજ ગામ સમસ્ત સીકોતર મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામુહિક જમણવાર રાખવામાં આવ્યો હતો.

તે વખતે ગામની અંદર રહેતા ૪૦ જેટલા દલિત કુટુંબોનો જમણવાર અલગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી રાંતેજ ગામના આ ૪૦ જેટલા કુટુંબોએ માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો બહિષ્કાર કર્યો હતો અને દલિતોનાં કુટુંબો જમવા તો ના ગયા પરંતુ ગામલોકોએ તેઓનુ આવુ અપમાન કરેલ હોવાથી આ દલિતોએ મૃત પશુઓનો નિકાલ નહી કરીએ તેવો નિયમ લીધો હતો.

જેથી ગામલોકોના મૃત પશુઓનાં નિકાલ કોની પાસે કરાવવો તેવા પ્રશ્નનાં જવાબમાં રાંતેજ ગામમાં દલિતોનો સામુહિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

૧૬મી ફ્રેબ્રુઆરીએ ગ્રામજનો એકઠા થયેલા હતાં અને એવું નક્કી કરવામાં આવ્યું હતુ કે દલિતોને કોઇપણ દુકાનેથી કરિયાણું, દૂધ તેમજ જીવનજરૃરીયાતની કોઇપણ ચીજવસ્તુ આપવી નહીં અને જો કોઇ આપશે તો તેઓની આવતાં ગામના સવર્ણનાં કોઇપણ વાહનમાં બેસાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

જેથી રાંતેજ ગામના દલિતો દ્વારા ભાજપના અગ્રણ્ય આગેવાન સહિત તા. ૧૭ ફ્રેબ્રુઆરીના રોજ બહુચરાજી પોલીસ મથકે એટ્રોસીટી એક્ટની કલમ ૩ (૧) (આઇ)(આર)(ઝેડ.સી) મુજબ ફરિયાદ દાખલ કરાઇ હતી.

જેમા રાંતેજ ગામના ૮ આરોપીની સેશન્સ કાર્ટમાં રજુ કરાતા બે દિવસ માટે *ફિક્સ ફોર હિયરીંગ કરાતાં રાંતેજ ગામના તમામ આરોપીઓનો જેલ વોરંટ ભરાતા તે તમામને જીલ્લાની સબ જેલમાં મોકલી અપાયા હતા.

બહુચરાજીનાં રાંતેજ ગામમાં દલિતોનાં સામુહિક બહિષ્કારનાં કારણે ફરીયાદી દ્વારા ફરિયાદ બાદ જિલ્લા કલેક્ટરને પોતાની ન્યાયિક માંગણીઓ માટે આવેદન પત્ર આપ્યો હતો.

દલિતો પર થતા વારંવાર અત્યાચારોથી કંટાળીને આજે રાંતેજ ગામના લોકો અમદાવાદ કલેકટર કચેરી આવી પહોચ્યા હતા. આ કેસમાં ગામના ૮ લોકો સામે એટ્રોસીટી એક્ઠ હેઠળ ફરીયાદ દાખલ કરાઇ હતી. જે સંદર્ભે આજે અમદાવાદ કલેક્ટર કચેરી આજે જીગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

જેમા દલિતો ઉપર વધતા જતા અત્યાચાર ને રોકવા તેમજ આવા અસામાજીક તત્વો સામે સરકાર કડક કાર્યવાહી કરે તેવી દલિતો દ્વારા માંગણી કરવામાં આવી હતી.

 

source: sandesh

ગુજરાત/Gujarat,મહેસાણા/Mehsana,View : 507

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જે મારા ભાગ્યમાં છે એને દુનિયાની કોઈ તાકાત છીનવી નહી શકે આ શ્રદ્ધા જીવનને સફળ બનાવશે