મંત્ર નથી રહેતાં યાદ? તો આ રીતે નવરાત્રિમાં પૂજા કરવાથી ધાર્યા કામ પડશે પાર

201604Oct
મંત્ર નથી રહેતાં યાદ? તો આ રીતે નવરાત્રિમાં પૂજા કરવાથી ધાર્યા કામ પડશે પાર

સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને શુદ્ધ તેમજ એકાંત સ્થળે આસન પાથરી અને ઉપાસના કરવી. આ દિવસે સ્વચ્છ અને ધોયેલા કપડા ધારણ કરવા. મંદિર અને ઘરને ગંગાજળ અથવા ગૌમૂત્ર છાંટી અને પવિત્ર કરવું.

પૂજા કરતી વખતે મંત્રોચ્ચારણ મંદ અવાજમાં કરવું. શ્રદ્ધાપૂર્વક નવરાત્રિના બાકી બચેલા દિવસોમાં માં આદ્યશક્તિની આરાધના કરવી. નવરાત્રિમાં પૂજા-પાઠ કરવાથી ચિત્ત પ્રસન્ન રહે છે અને માનસિક શાંતિની પણ અનૂભુતિ થાય છે.

જો અલગ અલગ મંત્રો ન આવડતાં હોય તો એક માત્ર મંત્ર ‘ॐ ऐं ह्रीं क्लीं चामुंडायै विच्चे’નો જાપ પણ કરી શકાય છે. આ મંત્રને કંઠસ્થ કરી લેવો અને પછી તેનો મનમાં સતત જાપ કરવો. પૂજામાં દેવીની મૂર્તિ અથવા ફોટાની વિધિ-વિધાનથી પૂજા કરવી અને શ્રૃંગારની સામગ્રી અર્પણ કરવી.

આ પૂજા સવારેના સમયે તેમજ સંધ્યા સમયે પણ કરી શકાય છે. મંત્રનો 108વાર જાપ કર્યા પછી આરતી અને દેવી વંદના કરવી. અંતમાં પૂજામાં ભુલ-ચુક થઈ હોય તો તેના માટે ક્ષમા-યાચના કરી અને સુખ-શાંતિની પ્રાર્થના અવશ્ય કરવી.

देवी वन्दना या

देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता|

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:||

 

source: sandesh

આધ્યાત્મિક/Spiritual,View : 664

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી એમ જ્ઞાન હોવાથી સંસાર માં ભૂલા પડતું નથી.