અક્કલ…..

 • સંતા બંતા

  એકવાર સંતા જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો.
  રસ્તામાં એક ઝાડ પર તેણે એક સાપને લટકતો જોયો.
  તે સાંપ પાસે જઈને બોલ્યો 'ફક્ત લટકવાથી કશુ નહી થાય, મમ્મીને કહે કોમ્પ્લાન પીવડાવે'

ભીના-સૂકા કચરાનો એક સાથે નિકાલ, દર મહિને એક કરોડ રૂ.નો ખર્ચ પાણીમાં!

201708Aug
ભીના-સૂકા કચરાનો એક સાથે નિકાલ, દર મહિને એક કરોડ રૂ.નો ખર્ચ પાણીમાં!

રાજકોટ સ્માર્ટસિટી રાજકોટમાં મહાપાલિકા દ્વારા જે કંઇ પણ સ્માર્ટ આયોજન થાય છે તેનો મૂળ હેતુ સરતો હોય એવું ભાગ્યે બને છે. આવી હાલત ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની જે નવી વ્યવસ્થા છે તેની થઇ રહી છે.

ભીનો અને સૂકો કચરો અલગથી એકત્ર કરવાની નવી વ્યવસ્થાની અમલવારી શરૂ થયાને બે મહિના થઇ ગયા પણ હજુ સુધી કોઇ નક્કર કહી શકાય તેવો અમલ થતો નથી. કચરો એકત્ર તો અલગ અલગ કરાય છે પણ નાકરાવાડી ડમ્પિંગ યાર્ડમાં પહોંચાડ્યા બાદ બધો એક સાથે નિકાલ કરી નાખવામાં આવે છે.

ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે દર મહિને થતો રૂ.1 એક કરોડનો ખર્ચ ડમ્પિંગ યાર્ડમાં જઇને પાણીઢોળ થઇ જાય છે. કેન્દ્રીય અર્બન મિનિસ્ટ્રીએ સ્માર્ટ સિટી યોજનામાં નવી વ્યવસ્થા ફરજિયાત બનાવી છે. જે શહેરમાં ભીનો અને સૂકો કચરો અલગથી એકત્ર કરવામાં આવશે તે શહેર સ્માર્ટ સિટીની યાદીમાં આવી શકશે.

ભીનો કચરો એટલે કે, રસોઇનો એંઠવાડ સહિતનો ઓર્ગેનિક વેસ્ટ અને સૂકો કચરો એટલે કે, કાગળ, પોલિથિન, પુઠ્ઠા સહિતનો. સ્માર્ટ સિટીની યાદીમાં સમાવેશ થઇ ગયો હોય શહેર પણ જો નવી વ્યવસ્થા નહીં અપનાવે તો તેમને સ્માર્ટ સિટી હેઠળ જે ફંડ મળવાનું છે તે નહીં મળે.

સ્માર્ટ સિટીની પસંદગીના બબ્બે રાઉન્ડમાં રાજકોટ બાકાત રહી ગયા બાદ મનપાએ ભીનો અને સૂકો કચરો અલગ એકત્ર કરવાનું આયોજન કર્યું અને અંતે રાજકોટ સ્માર્ટ સિટીની યાદીમાં આવી તો ગયું, પણ માત્ર પસંદગી થવા પૂરતું ભીના-સૂકા કચરાનું આયોજન થયું હોય તેવું ચિત્ર હાલ ઉપસી રહ્યું છે.

નિયમિત કરદાતાઓને ડસ્ટબિન વિનામૂલ્યે આપવાનો ખર્ચ પણ માથે પડે એવી સ્થિતિ છેલ્લા 3 વર્ષથી એડવાન્સ વેરો ચૂકવતા હોય તેવા નાગરિકોને કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી વિનામૂલ્યે અપાશે. હાલ 1 લાખ અને 20 હજાર ડસ્ટબિન ખરીદ કરવાનો રેટ કોન્ટ્રાક્ટ અપાયો છે. પૈકી 60 હજાર ડસ્ટબિનનો સ્ટોક આવી ગયો છે.

તમામ સ્ટોક આવી ગયા બાદ વિતરણ થશે. તબક્કાવાર રીતે 2 લાખથી વધુ ડસ્ટબિન ખરીદવાનું મનપાનું આયોજન છે. હાલ જે 1 લાખ 20 હજાર ડસ્ટબિન ખરીદ કરવામાં આવશે તેના માટે રૂ.72 લાખનો ખર્ચ થવાનો છે, પરંતુ ભીનો અને સૂકો કચરો બધો એક સાથે ડમ્પિંગ યાર્ડમાં નિકાલ થતો હોય હાલના સંજોગોમાં ડસ્ટબિન ખરીદ કરવાનો રૂ.72 લાખનો ખર્ચ પણ માથે પડે એવી સ્થિતિ છે.

ટિપરવાનમાં અલગ વ્યવસ્થાના બદલે કોથળો ટિંગાળી દેવાયો! ટિપરવાનમાંહવાચુસ્ત ટ્રોલીના ખાનામાં ભીનો અને સૂકો કચરો અલગથી નાખવાનું ફરજિયાત છે.

બ્લ્યુ કલરના ખાનામાં સૂકો અને લીલા કલરના ખાનામાં ભીનો કચરો નાખવાનું નક્કી કરાયેલું છે, પરંતુ આવા કોઇ અલગ ખાના રાખવામાં આવ્યા નથી.

ટિપરવાનના કોન્ટ્રાક્ટરોના માણસોએ એક કોથળો પાછળ ટિંગાળી તેમા સૂકો કચરો નાખવાનો સગવડિયો રસ્તો કરી લીધો છે. ગાર્બેજ પ્લાન ચાલુ થયા પછી સુકા-ભીના કચરા અલગ રખાશે નાકરાવાડીમાં આધુનિક ગાર્બેજ પ્લાન બનાવવા માટે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે એજન્સી કામ કરવામાં નિષ્ફળ નિવડતા તેને બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. હવે નવેસરથી મહાપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે.

10-15 દિવસમાં અંગેના ટેન્ડર પ્રસિધ્ધ કરાશે ત્યારબાદ જે-તે એજન્સીને કોન્ટ્રાક્ટ મળશે તેને વહેલાસર કામ શરૂ કરવા માટે તાકિદ કરાશે. ત્યારબાદ ભીના-સૂકા કચરાના પ્રોસેસિંગની કામગીરી હાથ ધરાશે.- નિલેશપરમાર, પર્યાવરણઈજનેર, સોલિડ વેસ્ટ શાખા

 

source: divyabhaskar

રાજકોટ/Rajkot,View : 467

  Comments

  • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
  • Supar21/10/2018Jaybhim
  • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • બીજા માણસના હૃદયને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય, પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે તેનાં જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.