અક્કલ…..

 • આ દુનિયામાં કેટલા દેશ


  શિક્ષક : ભોલુ આ દુનિયામાં કેટલા દેશ છે?
  ભોલું: એક જ ભારત!
  શિક્ષક : ભારત સિવાયના પણ બીજા દેશ છેને!
  ભોલું : બીજા ને તો ‘પરદેશ” કહેયાય.

ભાવનગરઃ મોડી રાત્રે બે માળના બિલ્ડિંગમાં કેરીનાં ગોડાઉનમાં ભિષણ આગ

201715May
ભાવનગરઃ મોડી રાત્રે બે માળના બિલ્ડિંગમાં કેરીનાં ગોડાઉનમાં ભિષણ આગ

ભાવનગર શહેરના જમાદાર શેરીમાં આવેલ શાકમાર્કેટમાં બે માળનાં બિલ્ડિંગમાં મોડી રાત્રે ઉપરના ભાગે આવેલ કેરીનાં ગોડાઉનમાં અચાનક ભિષણ આગ લાગી હતી.

આગની ઘટનાની જાણ થતાં લોકોનાં ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આગની ઘટનાની જાણ ફાયરને કરવામાં આવતા ફાયરની ૩ ટીમ ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવવા પાણીનો છંટકાવ કરેલો હતો.

આગ એટલી ભયાનક લાગેલી કે બિલ્ડિંગમાં રહેલી અન્ય દુકાનો પણ આગની ઝપેટમાં આવી જતા અન્ય ૫થી ૬ દુકાનોમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.

જેના પગલે મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે. જોકે, આગ ક્યા કારણોસર લાગી તે જાણવા મેળલું નથી. આગ એટલી વિકરાળ હતી કે ફાયર ફાયટર ટીમને કલાકો સુધી કાબુમાં લેવામાં ભારે જહેમત ઉઠાવવી પડેલી હતી.

 

source: sandesh

ભાવનગર/Bhavnagar,View : 423

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • તમે આવો ને સન્માન મળે એના કરતા તમે જાઓ ને તમારી ખોટ વર્તાય એવું કામ કરજો…