અક્કલ…..

 • સંતા બંતા

  એકવાર સંતા જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો.
  રસ્તામાં એક ઝાડ પર તેણે એક સાપને લટકતો જોયો.
  તે સાંપ પાસે જઈને બોલ્યો 'ફક્ત લટકવાથી કશુ નહી થાય, મમ્મીને કહે કોમ્પ્લાન પીવડાવે'

ભારે વરસાદે મુંબઈને ધમરોળ્યું; હાઈ ટાઈડની ચેતવણી, શાળા-કોલેજો બંધ

201720Sep
ભારે વરસાદે મુંબઈને ધમરોળ્યું; હાઈ ટાઈડની ચેતવણી, શાળા-કોલેજો બંધ

છેલ્લા બે દિવસથી સતત ઉકળાટથી પરેશાન થતાં મુંબઇગરાઓને મંગળવારે ફરી એકવાર મેઘરાજાએ સરપ્રાઇઝ વિઝિટ આપી હતી. મુંબઇ શહેરમાં ત્રણ કલાકમાં અઢી ઇંચ, પૂર્વ ઉપનગરોમાં ત્રણ ઇંચ અને પશ્રિવમી ઉપનગરોમાં ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ પડયો હતો. બોરીવલીમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ ખબક્યો હતો.

જોરદાર વરસાદને પગલે બોરીવલી, મલાડ, ચેમ્બુર, ભાંડુપ, સાયન, મુલુન્ડ અને દાદર સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. અંધેરી સ્ટેશન નજીક પાટા પર ઝાડ પડતાં બાંદરા-અંધેરી વચ્ચે હાર્બર લાઇનની ટ્રેનો અડધા કલાક સુધી ખોરવાઇ હતી. હવામાન ખાતાના અધિકારીઓના જણાવવા મુજબ આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી હતી. પરંતુ હવે ચેતવણી પાછી ખેંચવામાં આવી છે.

તે ઉપરાંત ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ હતી. જો કે થોડા થોડા સમયના અંતરે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

હવામાન ખાતાના વૈજ્ઞાનિક અજયકુમારે જણાવ્યું કે અમે ભારે વરસાદની ચેતવણી પાછી ખેંચી છે. આગામી 48 કલાકની અંદર મુંબઈ અને અન્ય વિસ્તારોમાં થોડા થોડા સમયના અંતરે વરસાદ થવાની શક્યતા છે.

હવે સ્થિતિમાં સુધારો થવાની આશા છે. આ બાજુ મુંબઈ એરપોર્ટનો મેન રનવે બંધ હોવાના કારણે 6 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને મુંબઈથી દિલ્હી તરફ રવાના કરાઈ. મુંબઈ શહેરમાં ઝાડ પડવાની 34 ઘટનાઓ સામે આવી છે. થાણામાં એક ટેમ્પો અને એક ઘર પર ઝાડ પડ્યું જેના કારણે ઘરની છતને નુકસાન પહોંચ્યું.

ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થવાથી ભાંડુપમાં બે લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલો છે. મુંબઈ-દિલ્હી વચ્ચે 13 ફ્લાઈટ્સ લેટ છે અને 15 ફ્લાઈટ્સ રદ કરાઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સેન્ટ્રલ રેલ્વેના પીઆરઓએ જણાવ્યું કે ટ્રાન્સ-હાર્બર લાઈન પર ટ્રેનો સામાન્ય રીતે ચાલી રહી છે. હાર્બર અને મેન લાઈનમાં થોડી મોડી ચાલી રહી છે.

ટ્રેન સંબંધિત તમામ અપડેટ સોશિયલ મીડિયા પર અપડેટ થઈ રહી છે.મુંબઈની લાફ લાઈન ગણાતી લોકલ ટ્રેનો ઉપર પણ વરસાદની ખુબ અસર પડી છે.

સુરક્ષા કારણોસર તમામ શાળા કોલેજોને આજે બંધ જાહેર કરાઈ છે. માછીમારોને પણ સમુદ્રથી દૂર રહેવાની ચેતવણી અપાઈ છે. મુંબઈમા ખરાબ હવામાનના કારણે મોડી સાંજે એરપોર્ટ પાસે વીઝિબિલિટી ખુબ ઓછી થઈ ગઈ હતી જેના કારણે અડધા કલાક માટે વિમાન સેવા રોકી દેવાઈ હતી.

અનેક ફ્લાઈટ્સને અન્ય નજીકના એરપોર્ટ પર ડાઈવર્ટ કરાઈ હતી. જો કે ત્યારબાદ મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસ જેટનું એક વિમાન લેન્ડિગ વખતે રનવે પરથી સરકી ગયું હતું ત્યારબાદ એક વાર ફરીથી એરપોર્ટ પર કામગીરી બંધ કરાઈ હતી. હવામાન ખાતાએ મુંબઈ અને કોંકણ વિસ્તારના દરિયાકાઠાંના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

 

source: sandesh

મુંબઈ/Mumbai,View : 402

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જરૂરીયાત અને ઇરછા વચ્ચેનો જે ભેદ પારખે તે સાચું સુખ પ્રાપ્ત કરી શકે.