ભારતમાં લોન્ચ થયો Gionee X1, જાણો કિંમત અને ફિચર્સ

201721Aug
ભારતમાં લોન્ચ થયો Gionee X1, જાણો કિંમત અને ફિચર્સ

Gioneeએ સોમવારે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન X1ને લોન્ચ કરી દીધો છે. કંપનીએ આની કિંમત 8,999 રૂપિયા રાખી છે. ગ્રાહક આને હાલથી જ ઓફલાઈન રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકે છે.

આ સ્માર્ટફોન બ્લેક અને ગોલ્ડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ રહેશે. ડ્યુઅલ સિમવાળા Gionee X1 એમિગો 4.0 બેસ્ડ એન્ડ્રોઈડ 7.0 નોગેટ પર ચાલે છે. આમાં 5 ઈંચની એચડી IPS ડિસ્પલે આપવામાં આવી છે.

આ સ્માર્ટફોનમાં 2GB રેમ સાથે 1.3GHz ક્વોડ-કોર MediaTek MT6737 પ્રોસેસર આપવામાં આવ્યો છે. આમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

કેમેરાની વાત કરીએ તો આમાં રિયરમાં ફ્લેશ સાથે 8 એમપીનો કેમેરો આપ્યો છે, જ્યારે આના ફ્રન્ટમાં પણ 8 એમપીનો કેમોરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની ઈન્ટરનલ સ્ટોરેજ 16GBની છે, જેને કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે.

ક્નેક્ટિવિટી માટે આમાં 4G VoLTE, Wi-Fi, Bluetooth, 3.5mm હેડફોન જેક અને Micro-USB પોર્ટ આપવામાં આવ્યો છે.

 

source: sandesh

ટેક્નોલોજી/Technology,View : 502

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે.જલારામ બાપા