અક્કલ…..

  • ચીની ટ્રાન્સલેશન

    એક બાળક (બીજાને)- તું ચીની ભાષા વાંચી શકે છે?
    બીજો બાળક - હા, કેમ નહીં,
    શરત એટલી જ છે કે તે હિન્દી કે અંગ્રેજીમાં લખેલી હોય...

ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લોન્ચ થતાં જ ચીને લીધું મોટું પગલું

201714Sep
ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લોન્ચ થતાં જ ચીને લીધું મોટું પગલું

આજે જાપાનના વડાપ્રધાન અને પીએમ મોદી સાબરમતીમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યુ છે. ભારતનો આ પ્રોજેક્ટ આખી દુનિયામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે ત્યારે ચીને આશ્ચર્ય વચ્ચે બહુ પોઝિટીવ પ્રતિભાવ આપ્યો છે.

હાલમાં જ્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધો વણસેલા છે ત્યારે ચીને પણ ભારતમાં થનારી હાઇસ્પીડ રેલવે પરિયોજનાઓ સંદર્ભે પોતાની દરખાસ્તો નવેસરથી મોકલવાનો પ્રસ્તાવ મૂકીને ચોંકાવનારું પગલું ભર્યું છે.

ભારતે પહેલાં જ આ પ્રકારની યોજનાઓ માટે જાપાનને ભાગીદાર બનાવ્યું છે. ચીન પોતાની હાઇસ્પીડ રેલ ટેકનોલોજીનો વિદેશોમાં પ્રચાર-પ્રસાર કરે છે અને ભારતમાં પહેલો સોદો કરવાની દોડમાં શામેલ પણ હતો.

ચીની નિષ્ણાંતોએ હિલ્હી-ચૈન્નઇ રુટ માટે વ્યાવહારિક અધ્યયન પણ કર્યું હતું. એવામાં ચીને હવે જ્યારે જાપાન-ભારત બુલેટ ટ્રેન પરિયોજનાની શરુઆત કરી રહ્યાં છે તેવા સમયે ફરી રસ દાખવ્યો છે.

મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેનમાં જાપાની ટેકનોલોજીનો ઉપયોગ કરવા બદલ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે જણાવ્યું હતું કે, ‘ચીન ભારત અને અન્ય દેશોને મૂળભૂત માળખા વિકસાવવા માટે મદદ કરવા આતુર છે.

આ માટે ચીન ભારત અને અન્ય સહયોગી દેશોને પ્રોત્સાહન આપવા તૈયાર છે.’ પ્રવક્તાએ જણાવ્યું છે કે ભારત અને ચીન વચ્ચે રેલવેક્ષેત્રે મહત્વનો સહયોગ છે.

બન્ને દેશોના અધિકારીઓ એકબીજા સાથે સંપર્કમાં છે. હાલની પરિયોજનાઓમાં રેલવેની ગતિ વધારવામાં આવી રહી છે. આમાટે ભારતના એન્જિનિયર્સને ચીનમાં તાલીમ પણ અપાઈ રહી છે.

ચીન એક રેલવે યુનિવર્સિટી સ્થાપવામાં પણ ભારતની મદદ કરી રહ્યું છે. ચીને ભારતમાં કેટલાક રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરવાનું કામ પણ શરૂ કર્યું છે. ચીનમાં દુનિયાનું સૌથી લાંબું હાઈ સ્પીડ રેલવે નેટવર્ક છે.

 

source: sandesh

ધંધો, વ્યવસાય/Business,View : 361

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મનની શાંતિ અનુકુળ પરિસ્થિતિઓ દ્વારા નહી પરંતુ આંતરિક પરિવતર્ન દ્ધારા પ્રાપ્ત કરવી જોઈએ.