ભારતમાં આવી રહ્યો છે Moto G5S Plus, જાણો ખાસિયતો અને કિંમત

201729Aug
ભારતમાં આવી રહ્યો છે Moto G5S Plus, જાણો ખાસિયતો અને કિંમત

Lenovoના સ્વામીત્વવાળી મોટોરોલા કંપનીએ ભારતમાં G-સીરીજનો પોતાના ત્રીજો સ્માર્ટફોન લોન્ચ કરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. કંપનીએ કાલે એટલે કે, 29 ઓગસ્ટે Moto G5S Plus સ્માર્ટફોનને લોન્ચ કરવા માટે મીડિયા ઈન્વાઈટ્સ મોકલવાનું શરૂ કરી દીધું છે.

આ સ્માર્ટફોન Moto G5 અને G5 Plus બાદ ભારતમાં G-સીરીજ હેઠળ ત્રીજો સ્માર્ટફોન હશે. સાથે જ આ G-સીરીજમાં કંપનીએ તરફથી ડ્યુઅલ કેમેરા સેટઅપવાળો પહેલો સ્માર્ટફોન છે.

કંપનીએ પણ જાણકારી આપી છે કે, Moto G5S Plus કાલે 12PMથી એમેઝોન પર એક્સક્લૂસિવ રૂપમાં સેલ કરવામાં આવશે. Lenovoએ કેટલાક સમય પહેલા પોતાના બે સ્માર્ટફોન Moto G5S અને Moto G5S Plus લોન્ચ કર્યા હતા. યૂરોપમાં આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત EUR 299 (22,700 રૂપિયા) રાખવામાં આવી છે.

જોકે, હાલમાં ભારતમાં Moto G5S Plusને લોન્ચ કરવાની જ જાણકારી છે. Moto G5Sની વાત કરીએ તો આમાં 5.2 ઈંચની ફુલ HD ડિસ્પલે આપવામાં આવી છે. આના ફ્રન્ટ પેનલના હોમ બટન પર જ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. Moto G5ની જેમ Motorola Moto G5S પણ ઓક્ટા-કોર CPU સાથે સ્નેપડ્રેગન 430 પર ચાલે છે. આમાં 3GB રેમ સાથે 32GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

આના ઈન્ટરનલ સ્ટોરેજને કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે. આની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ 7.1 નોગેટ છે. ફોટોગ્રાફી સેક્શનની વાત કરીએ તો આના બેકમાં LED ફ્લેશ સપોર્ટ સાથે 16 એમપીનો કેમેરો આપવામાં આવ્યો છે.

જ્યારે તેના ફ્રન્ટમાં પણ ફ્લેશ સપોર્ટ સાથે 5 એમપીનો વાઈડ એંગલ કેમેરો આપવામાં આવ્યો છે. આને લૂનાર ગ્રે અને ફાઈનલ ગોલ્ડના બે કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યો છે. આની બેટરી 3,000mAhની છે.

કિંમતની વાત કરીએ તો આને EUR 249 (લગભગ 19,000 રૂપિયામાં) લોન્ચ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત જો Moto G5S Plusની વાત કરીએ તો 5.5 ઈંચની ફુલ HD ડિસ્પલે આપવામાં આવી છે.

આના 2.0 GHz સ્પીડવાળા ઓક્ટા-કોર CPU સાથે ક્વોલકોમ સ્નેપડ્રેગન 625 ચિપસેટ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનના કેમેરા સેક્શનની વાત કરીએ તો આના રિયરમાં 13 એમપીના બે કેમેરા આપવામાં આવ્યા છે, જ્યારે આના ફ્રન્ટમાં સેલ્ફી માટે 8 એમપીનો કેમેરો આપવામાં આવ્યો છે.

આને પણ લૂનાર ગ્રે અને ફાઈન ગોલ્ડ કલર ઓપ્શન સાથે રજૂ કરવામાં આવ્યો છે. આની કિંમત EUR 299.99 (લગભગ 23,000 રૂપિયા) રાખવામાં આવી છે. આમાં 4GB રેમ અને 64GBની ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.

 

source: sandesh

ટેક્નોલોજી/Technology,View : 566

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મનની શાંતિનું મુલ્ય સમ્પતિ અને સ્વાસ્થ્ય કરતાં ધણું વધારે છે.