અક્કલ…..

 • તને કોઇ ભુલી શકે ?

  એક બુઝુર્ગ પતિ-પત્ની કારમાં પોતાના ઘરે જઇ રહ્યા હતા. પત્ની ગાડી ચલાવી રહી હતી ત્યા સામે એક સિગ્નલ આવ્યુ જે વૃધ્ધ પત્નીને દેખાયુ નહી.

  આગળ પોલીસ કર્મચારીએ ગાડી ઉભી રાખી અને કહ્યુ,

  ''મેડમ, તમને ખયાલ છે તમે ટ્રાફિક નિયમ તોડ્યો છે ?''

  પત્ની થોડુ ઉંચુ સાભળતી હતી તેથી તેણે પતિ સામે ફરીને પૂછ્યુ કે પોલીસ વાળો શું કહે છે..

  પતિએ કહ્યુ, ''એ કહે છે કે તેં ટ્રાફિકનો નિયમ તોડ્યો છે.''

  પોલીસ કર્મચારી, ''મેડમ, શું હું તમારુ લાઇસન્સ જોઇ શકુ ?''

  પત્ની ફરી તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે શું કહે છે પોલીસવાળો..

  પતિએ કહ્યુ કે પોલીસ કર્મચારી તેનુ લાઇસન્સ જોવા માગે છે..

  પત્નીએ પોલીસ કર્મચારીને લાઇસન્સ આપ્યુ..પોલીસ કર્મચારીએ લાઇસન્સ જોઇને કહ્યુ,

  ''અચ્છા તો તમે અમદાવાદના છો..હુ પણ ત્યાં ઘણો સમય નોકરી કરતો હતો. અને એક દિવસ અત્યંત બદસુરત મહિલા સાથે ડેટ પર ગયો હતો..આજ સુધી તેના જેવી ભયંકર અને કદરૂપી બાઇ મેં જોઇ નથી..!!!''

  પત્ની તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે પોસીલવાળો શું કહેતો હતો..

  પતિએ કહ્યુ, ''કહે છે કે તને ઓળખે છે !!!''

ભાઈની JIO ઓફરને ટક્કર આપવા અનિલ અંબાણી લાવ્યા જોરદાર ઓફર

201702Aug
ભાઈની JIO ઓફરને ટક્કર આપવા અનિલ અંબાણી લાવ્યા જોરદાર ઓફર

મુકેશ અંબાણીએ જ્યારથી JIO લોન્ચ કર્યુ છે ત્યારથી ગ્રાહકોના ફાયદાની ઘણી ઓફરો સતત આવતી રહી છે. જિયોફોનની લોચિંગ પછી તો જાણે JIO એ તમામ અન્ય ટેલીકોમ ઓપરેટરની કમર જ તોડી દીધી છે.

JIOને ટક્કર આપવા માટે દરેક કંપનીએ પોતાની રીતે કાંઈને કાંઈ પ્રયત્નો કર્યા છે. અનિલ અંબાણીએ પણ મુકેશ અંબાણીને પાછળ પાડવા પોતાની બાંય ચડાવી દીધી છે.

અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશને (આરકોમ) ડોન્ગલ ખરીદનાર ગ્રાહકો માટે એક નવી ઓફર આપી છે. આ એક બંડલ ઓફર છે જેમાં એક વર્ષ માટે તેની કિંમત 5199 રૂપિયા હશે.

આ અંતર્ગત વાઈ-પોડ ડોન્ગલ સાથે રિલાયન્સ કોમ્યુનિકેશનના 4જી સિમ કાર્ડની સાથે 1 જીબી ડેટા રોજ મળશે. કંપનીની આ ઓફર RCom-Eshop.com પર જોવા મળશે.

આ બંડલ ઓફરમાં ગ્રાહકોને 3200 રૂપિયાનું વાઈ-ફાઈ ડોન્ગલ વાઈ-પોડ એકદમ ફ્રી મળશે. આ ઉપરાંત આરકોમએ ઈએમઆઈ પ્લાન પણ શરૂ કરવામાં આવશે. ગ્રાહકોને વિવિધ બેંકોના ક્રેડિટ કાર્ડમાં 3,6,9,12 અને 24 મહીનાના ઈએમઆઈ વિકલ્પ મળશે.

 

source: sandesh

ધંધો, વ્યવસાય/Business,View : 269

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.