ભર ઉનાળે જૂનાગઢના ૬૦ વર્ષના વૃદ્ધને થયો સ્વાઈન ફ્લુ

201730Apr
ભર ઉનાળે જૂનાગઢના ૬૦ વર્ષના વૃદ્ધને થયો સ્વાઈન ફ્લુ

રાજકોટ ઉપરાંત જૂનાગઢમાં પણ એચવન એનવન ઈન્ફ્લુએન્ઝાના વાઈરસ પંજો પ્રસરાવી રહ્યા છે. જૂનાગઢના ૬૦ વર્ષના વૃદ્ધને સ્વાઈન ફ્લુ હોવાનું જાહેર થયું છે.

ભર ઉનાળે ૪૦ ડિગ્રી તાપમાનમાં પણ સ્વાઈન ફ્લુ જેવો જીવલેણ રોગ લોકોને શિકાર બનાવી રહ્યો છે. થોડા વર્ષો પહેલા જ્યારે સ્વાઈન ફ્લુની શરુઆત હતી ત્યારે ચોમાસા અને શિયાળા તેમજ મિશ્ર ઋતુમાં આ રોગ પ્રસરી રહ્યો હતો.

હવે સ્થિતિ એ હદે વકરી છે કે ભર ઉનાળે ૪૦ ડિગ્રી અને તેનાથી વધુ તાપમાં ભલભલા બેક્ટેરીયા મરી જાય ત્યારે પણ સ્વાઈન ફ્લુના જીવાણુઓનો વ્યાપ વધી રહ્યો છે.

પરિણામે જનસામાન્યમાં ચિંતાની લહેર પ્રસરી વળી છે. જૂનાગઢમાં પીપરવાડી વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધને બીમારી દરમિયાન સ્વાઈન ફ્લુની શંકાએ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

અહીંયા તેમનો લોહી-કફના સેમ્પલનું પરીક્ષણ કરાયું હતું. જે પોઝિટીવ આવતાં રાજકોટ ખાતે જ વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્વાઈન ફ્લુ વોર્ડમાં ૪ અને પ્રાઈવેટ હોસ્પિટલમાં ૪ મળી શહેરમાં કુલ ૮ દર્દી સ્વાઈન ફ્લુની સારવાર લઈ રહ્યા છે.

 

source: sandesh

જુનાગઢ/Junagadh,રાજકોટ/Rajkot,View : 447

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જેને પોતાની અંદર જ શાંતિ પ્રાપ્ત થઈ હોય તેને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે.