અક્કલ…..

 • કુંવારો


  સંતા 25 માળની બિલ્ડિંગની છત પર જઈ ઉભો હોય છે ત્યારે તેને ફોન આવ્યો
  સંતાજી તમારી પત્ની મરી ગઈ છે.
  સંતા દુ:ખી થઈને ત્યાંથી જ કુદકો મારી દે છે.
  ઉપરથી નીચે પડતા પહેલા વચ્ચે જ તેને યાદ આવે છે કે હજુ તો તે કુંવારો છે.
   

ભણેલા લોકોને પર્યાવરણની જાળવણીનો સંદેશ આપતી અભણ મહિલા કલાકાર

201725Aug
ભણેલા લોકોને પર્યાવરણની જાળવણીનો સંદેશ આપતી અભણ મહિલા કલાકાર

સ્કુલના પગથીયા પણ ન ચઢનાર માટી કામના કલાકાર ભણેલા લોકોને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવા માટે ૧૦૦ ટકા ઈકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા બનાવી રહ્યાં છે.

શ્રીજીની પ્રતિમાના વિસર્જન બાદ કોઈ પ્રકારનું પ્રદુષણ ન થાય તે માટે શ્રીજીની તમામ પ્રકારના ડેકોરેશન પર ઈકો ફ્રેન્ડલી જ બનાવવામાં આવે છે. માટી ઉપરાંત નારિયેળના છોડાથી બનાવેલી પ્રતિમા સાથે સુરતના હનીપાર્ક રોડ પર ૮૬થી વધુ કલાકારોએ બનાવેલી શ્રીજીની માટીની પ્રતિમાનું પ્રદર્શન-વેચાણ રાખવામાં આવ્યું છે.

ગણેશ ઉત્સવમાં પી.ઓ.પી.ની પ્રતિમાની બોલબાલા વચ્ચે માટીની પ્રતિમા બનાવનારા કલાકારોએ બનાવેલી પ્રતિમાનું એક પ્રદર્શન યોજાયું છે. ગુજરાત સરકારના માટીકામ કલાકારી અને રૃરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા સુરતના હની પાર્ક મ્યુનિ.ના મેદાનમાં યોજાયેલા પ્રદર્શનમાં માટી કામ કરી શ્રીજીની પ્રતિમા બનાવનારા ૮૬ જેટલા કલાકારોએ બનાવેલી પ્રતિમાનું પ્રદર્શન વેચાણ રખાયું છે.

આ પ્રદર્શનમાં ઈડર નજીક આવેલા બડોલી ગામના નિરક્ષર ડાહીબેન વણકર અને ધો.૧૨ સુધી અભ્યાસ કરેલી તેમની ભત્રીજી અરૃણા વણકર માટી અને નારિયેલના છોડાનો ઉપયોગ કરી બનાવેલી શ્રીજીની પ્રતિમા લઈને આવ્યા છે.

સ્કુલમાં એક પણ ચોપડીનો અભ્યાસ ન કરનારા ડાહીબેન ભગવાનની આકર્ષક પ્રતિમા બનાવવામાં માહિર છે. . ડાહીબેન કહે છે, પ્રતમામ બનાવા માટે અભ્યાસની કોઈ જરૃર નથી તમે મનથી સારા વિચાર કરો તો સારી પ્રતિમા બની શકે છે.

આ ઉપરાંત હાલ નદીઓમાં જે પ્ર દુષણ વધી રહ્યું છે તે આવી પ્રતિમાઓને કારણે ઓછું થઈ શકે છે. તેમની ભત્રીજી અરૃણા કહે છે, છેલ્લા ૧૦ વર્ષથી અમે માટી અને નારિયેળના છોડાની પ્રતિમા બનાવવાની કામગીરી કરી રહ્યાં છે. પ્રતિમા સાથે જે કાંઈ પણ ડેકોરેશનની સામગ્રી, ઉંદર અને ભગવાનના આભુષણ પણ અમે જાતે જ બનાવીએ છીએ અને તે પણ ઈકો ફ્રેન્ડલી જ રાખીએ છીએ.

પહેલા લોકો આવા પ્રકારની પ્રતિમા ખરીદતા અચકાતા હતા પરંતુ હવે ધીમે ધીમે પ્રતિમા ખરીદતાં થયાં છે. સરકારના પ્રોત્સાહનથી માટીની પ્રતિમા બનાવનાર કલાકાર વધ્યા ગણેશ ઉત્સવમાં વિસર્જન દરમિયાન નદી-તળાવમાં થતું પ્રદુષણ અટકાવવા માટે ગુજરાત સરકારે માટી કામના કલાકારોને પ્રોત્સાહન આપવાની કામગીરી શરૃ કરી છે.

માટી કામમાં પ્રોત્સાહન સાથે પ્રતિમા વેચાણનું પ્લેટફોર્મ પણ મળતાં પી.ઓ.પી.ની પ્રતિમા બનાવનારા ઘણાં કલાકારો માટીની પ્રતિમા તરફ વળ્યા છે. ગુજરાત માટીકામ કલાકારી અને રૃરલ ટેકનોલોજી સંસ્થાનના એસ.જે. ગજેરા કહે છે, પહેલા સરકારે પ્રતમા બનાવનરા કલાકારોનો સર્વે કર્યો હતો ત્યાર બાદ તેઓની ઓળખ કરીને તેમને માટી કામ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

ઈકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા બનાવનારા કલાકારોને વિના મુલ્યે માટી આપવા ઉપરાંત તેમને વેચાણ માટેપ્ણ પ્લેટફોર્મ આપીએ છીઅ અને વેચાણ સાથે તેમને સબસીડી પણ આપીએ છીએ.

સરકારના આવા પ્રોત્સાહનના કારણે મોટીની પ્રતિમા બનાવનારા કલાકારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે ગુજરાતમાં સવા બે કરોડ જેટલી રકમની ઈકો ફ્રેન્ડલી પ્રતિમાનું વેચાણ થયું હતું આ વર્ષે તેનાથી પણ વધુનું વેચાણ થાય તેવી ધારણા છે.

 

source: gujaratsamachar

સુરત/Surat,View : 705

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જેનામાંથી મમતા અને અભિમાન ચાલ્યાં ગયાં છે તેને સદાયે શાંતિ જ છે.