અક્કલ…..

 • અપમાનની હદ !!

  ગરમીમાં બસ સ્ટોપ પર 20 લોકો રાહ જોઈ રહ્યા હતા
  એક ભિખારી આવ્યો અને બધા પાસેથી એક એક રૂપિયો લઈને ઓટોમાં બેસીને ચાલ્યો ગયો.

ભણવા વિદેશ મોકલેલી પત્ની NRI સાથે છૂમંતર થતાં અમદાવાદના પતિને બીજા લગ્ન માટે ફાંફાં

201726Aug
ભણવા વિદેશ મોકલેલી પત્ની NRI સાથે છૂમંતર થતાં અમદાવાદના પતિને બીજા લગ્ન માટે ફાંફાં

પૂત્રવધુ ઊચ્ચશિક્ષણ મેળવે અને સમાજમાં મોટુ નામ કમાય તેવી મહત્વકાંક્ષા દરેક પરિવારને હોય એ સ્વાભાવિક છે. ખર્ચાની ચિંતા કર્યા વિના પરિવાર અનેક અરમાન સાથે પૂત્રવધુને વિદેશ મોકલ્યા પછી જ્યારે પૂત્રવધુ કોઈ બીજાની સાથે પ્રેમના ચક્કરમાં પડી જાય અને ગૂમ થઈ જાય ત્યારે પરિવારની શું હાલત થાય એ તો જે પરિવારના માથે આફત આવી હોય તે જ જાણતો હોય છે.

ન રહેવાય કે ન સહેવાય તેવી સ્થિતિમાં પરિવારની સ્થિતિ કપરી બની જાય છે. અમદાવાદમાં પોશ વિસ્તારમાં રહેતા પરિવાર ઉપર પણ આવી જ ઘટના બની છે. હાલ પરિવાર ધર્મસંકટમાં મૂકાઈ ગયો છે.

યુવકના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા.પત્નીને મેડીકલ ક્ષેત્રમાં ભણવાની ઈચ્છા હોવાથી પતિ સહિતનો પરિવાર પણ તે રોકી શક્યો નહોતો અને કોઈપણ ચિંતા કર્યા વિના પૂત્રવધુને વિદેશમાં મોકલી હતી. વિદેશમાં ગયાના થોડાક જ દિવસોમાં પત્નીનો મોબાઈલ બંધ આવતાં હાલ કોઈ સંપર્ક થઈ શક્તો નથી.

પતિને આશંકા છે કે, પત્નીને NRI યુવક સાથે પ્રેમ થઈ જતાં રફુચક્કર થઈ ગઈ છે. પતિ પત્નીને છોડી દેવા માટે પણ તૈયાર થઈ ગયો છે પરંતુ, તેની પાસેથી છૂટાછેડા મળે તો જ બીજા લગ્ન કરી શકે.

પત્નીની ભાળ મેળવવા માટે પતિએ વિદેશ મંત્રાલય સુધી મદદની ગુહાર લગાવી છે. રાજ્યના ડીજીપીને પણ ફરિયાદ કરવામાં આવી છે પરંતુ, હજુ સુધી પત્નીની કોઈ ભાળ મળી નથી. શહેરના પિૃમ વિસ્તારમાં શીતલબહેન પરિવાર સાથે રહે છે.

તેમની પુત્રી મોનાને મયૂર સાથે પ્રેમ થઇ ગયો હતો તેથી તેની ઇચ્છા મુજબ સમાજના રીતરિવાજ મુજબ તેના સાથે ચાર વર્ષ અગાઉ ધામધૂમથી લગ્ન કરાવી દીધા હતા. દરમિયાનમાં પુત્રી મોનાએ મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કર્યો હોવાથી તેને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની ઇચ્છા હતી.

આખરે પતિ અને સાસરિયાં પણ માની ગયા હતા અને માસ્ટર ડિગ્રી કરવા માટે તેને સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલવાનું નક્કી કર્યું હતું. દરમિયાનમાં સમીર નામનો એક યુવક મોનાના સંપર્કમાં આવ્યો હતો અને તેને વિદેશમાં સારી નોકરી અપાવીશ તેમ કહીને વિશ્વાસમાં લીધી હતી.

પતિએ વિદેશમાં કોલેજ અને હોસ્ટેલની લાખો રૂપિયા ફી પણ ભરી દીધી હતી. સમીર સાથે વિદેશ મોકલવા મયૂર તૈયાર થઇ ગયો હતો. વિદેશ પહાંચી ગયેલી પત્ની મોના અને તેના મિત્ર સમીર સાથે પતિ મયૂર અને પરિવારને વાતચીત થતી હતી.

થોડા સમય બાદ અચાનક મોનાએ ફોન બંધ કરી દીધો અને સમીરે પણ તેનો ફોન બંધ કરી દીધો હતો. બંનેનો સંપર્ક કરવા માટે પતિ અને પરિવારે ધમપછાડા કર્યા પરંતુ આખરે કોઇ જ રસ્તો મળ્યો નહીં.

શોધખોળ બાદ ગાંધીનગરમાં રહેતા સમીરના પરિવારનો સંપર્ક થયો હતો. પરિવારે ધમકી આપી હતી કે, તારી પત્નીને રાખી લીધી છે તારાથી જે થાય તે કરી લે જે. પતિએ પત્નીની ભાળ મેળવવા માટે રાજ્ય પોલીસ વડા,નવી દિલ્હી ખાતે વિદેશ પ્રધાન અને વિદેશની કોન્સ્યુલેટ જનરલને પણ ફરિયાદ કરી છે.

 

source: sandesh

અહમદાબાદ/Ahmedabad,View : 522

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • શાંત સ્વભાવ હંમેશા સાચું અને સારું જ વિચારે છે…