બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની અનેક કોલેજ સુધી ભણેલી નથી

201719Jun
બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની અનેક કોલેજ સુધી ભણેલી નથી

પોતાના કામણ અને અભિનય દ્વારા દર્શકોને ઘેલા કરનારી ઘણી અભિનેત્રીઓ અભ્યાસમાં 'ઢ રહી છે. ઘણી અભિનેત્રીઓએ બોલીવૂડ કે પછી મોડલિગ માટે શાળાનો અભ્યાસ પણ પૂરો કર્યો નથી.

પરંતુ અમિષા પટેલ એક હાઇસીક્વોલિફાઇડ અભિનેત્રી છે. તેણે ટફ્ટસ યૂનિવર્સિટી મેડફોર્ડ સાથે ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે, તે ગોલ્ડ મેડાલિસ્ટ રહી છે. કરિશામ કપૂર ફક્ત પાંચ જ ધોરણ ભણી છે.

છઠ્ઠા ધોરણ દરમિયાન તેણે અભ્યાસ છોડી દીધો હતો અને બોલીવૂડમાં કારકિર્દી શરૃ કરી દીધીહતી. કેટરિના હાલ લંડનમાં સ્થાયી થઇ છે પરંતુ નાની હતી ત્યારે તે ઘણા દેશમાં ફરતી હતી.

તેથી વારંવાર જગ્યા બદલવાથી તે શાળા-કોલેજમાં અભ્યાસ પૂરો કરી શકતી નહીં. તેથી તેણે પોતાનું શિક્ષણ ઘરમાં જ બેસીને લીધું છે. એ પછી તેણે મોડલિંગ શરૃ કર્યું અને ભારત આવીને અભિનય કારકિર્દી શરૃ કરી.આજે ભણતરમાં તે ઝીરો છે. પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડનો કિતાબ જીતીને ફિલ્મ કારકિર્દીને પસંદ કરી.

તેણે મુંબઇની જયહિંદ કોલેજમાં એડમિશન લીધું હતું પરંતુ આગળ ભણી નહીં. એક સમયે બોલીવૂડની ટોચની અભિનેત્રી રહી ચુકેલી બિપાશા બાસુ ૧૨ ધોરણ જ પાસ છે. તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા ઇચ્છતી હતી, પરંતુ મોડલિંગની ઓફર મળવા લાગતા તેણે અભ્યાસ અધુરો છોડી દીધો.

 

source: gujaratsamachar

મનોરંજન/Entertainment,બોલીવુડ/Bollywood,View : 373

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.