બોર્ડની પરીક્ષાનો શાંતિપુર્ણ શુભારંભ પેપરલીકની અફવાથી તંત્ર ધંધે લાગ્યું

201716Mar
બોર્ડની પરીક્ષાનો શાંતિપુર્ણ શુભારંભ પેપરલીકની અફવાથી તંત્ર ધંધે લાગ્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય અને વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષાનો એકંદરે શાંતિપુર્ણ પ્રારંભ થયો હતો. પ્રથમદિવસે બન્ને પરીક્ષાના પ્રશ્નપેપરો પ્રમાણમાં સહેલા નીકળતા વિદ્યાર્થીઓને રાહત થઈ હતી.

અલબત આજે ધો.૧૨ કોમર્સમાં નામાના મુળતત્વોનું પ્રશ્નપેપર 'લીક' થયું હોવાનો વીડીયો વાઈરલ થતા અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓ ધંધે લાગ્યા હતાં પરંતુ બપોરનાં સમયમાં પ્રશ્નપેપર શરૃ થયા બાદ આ વિગતો અફવા પુરવાર થઈ હતી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે દરેક કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરી મોં મીઠા કરાવવામાં આવ્યા હતાં.

રાજકોટમાં આજે ધો.૧૦ની પરીક્ષામાં ૪૬૮૨૦ પરીક્ષાર્થીમાંથી ૭૦૧ ગેરહાજર રહ્યા હતાં. જયારે બપોરનાં સત્ર દરમિયાન અહીના ચંપકનગર વિસ્તારમાં આવેલી આદર્શ ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળામાં અને કોઠારિયા રોડ ઉપર આવેલા જયરાંદલ વિદ્યાલયમાં પરીક્ષા ચોરી થઈ રહી હોવાની ફરિયાદ ગાંધીનગરથી કન્ટ્રોલરૃમને કરવામાં આવતા ચેકીંગ માટે ટુકડીઓ દોડાવવામાં આવી હતી.

ટેબલેટ પીસીનું ઓનલાઈન મોનીટરીંગ ગાંધીનગરથી થતુ હોવાથી આ બન્ને સ્કુલોમાં ચોરી થઈ રહી હોવાની આશંકા દર્શાવવામાં આવતા તપાસ માટે ટીમ દોડાવાઈ હતી.પરંતુ કંઈ જાણવા મળ્યું ન્હોતુ.

અલબત ધો.૧૨માં નામના મુળતત્વોનું પ્રશ્નપેપર લીક થયુ હોવાની અફવા સાથે સોસ્યલ મીડીયામાં વીડીયો વાઈરલ થતા સરકારી તંત્ર ધંધે લાગ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં આજે ભેસાણમાં ભગવતી કન્યા વિદ્યાલય ખાતે જ્યારે મોરબીમાં ગીતાંજલી વિદ્યાલય ખાતે કોપીકેસ નોંધાયો હતો આ સિવાય જામનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી દીવ, દ્વારકા, પોરબંદર સહિતના અન્ય જિલ્લાઓમાં પરીક્ષા શાંતિપુર્ણ રહી હતી.

 

 

source: gujaratsamachar

શિક્ષણ/Education,રાજકોટ/Rajkot,જુનાગઢ/Junagadh,જામનગર/Jamnagar,અમરેલી/Amreli,સુરેન્દ્રનગર/Surendranagar,મોરબી/Morbi,પોરબંદર/Porbandar,View : 1072

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જીવનમાં જે મળ્યું હોય તે ગમે તેણે આનંદ કહેવાય, અને જે ગમતું મળે તેણે સુખ કહેવાય.