બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: 12 સ્ટેશનો, ટિકિટ, અને તમામ વિગતો એક ક્લિક પર

201714Sep

પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે અમદાવાદના સાબરમતી ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું. રફતારથી લઈને રોજગાર સુધી ઘણું બધુ આપશે આ બુલેટ યુગ.

જેમાં 92 ટકા મુસાફરી હવામાં થશે અને 2 ટકા ટ્રેક જમીન પર હશે. આવો જાણીએ આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે સંપૂર્ણ વિગતો. બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે જ કેમ? મુંબઈ અને અમદાવાદ શહેર દેશના બે મોટા મહાનગર છે.

મુંબઈ દેશની આર્થિક રાજધાની ગણાય છે. જ્યારે અમદાવાદ માન્ચેસ્ટર ઓફ ઈસ્ટના નામે પ્રસિદ્ધ છે. બંને શહેરો દેશના મોટા બિઝનેસ સેન્ટર છે. મુંબઈ-અમદાવાદ દેશનો સૌથી વ્યસ્ત રેલરૂટ છે.

આ રૂટ પર મુસાફરોમાં મોટી સંખ્યામાં બિઝનેસ એક્ઝિક્યુટિવ અને વેપારીઓ હોય છે. ટ્રેનનો રૂટ અને ટ્રેક અમદાવાદના સાબરમતીથી શરૂ થઈને 12 સ્ટેશનોથી પસાર થશે બુલેટ ટ્રેન કયા કયા સ્ટેશનો? સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, સૂરત, બિલિમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે, બાંદ્રાકુર્લા ટ્રેનનો ટ્રેક 508 કિલોમીટરનું અંતર સાબરમતી સ્ટેશનથી બાન્દ્રા કુર્લા ટર્મિનસ સુધી છે.

468 કિલોમીટર (92 ટકા)નો ટ્રેક એલિવેટેડ હશે. 27 કિમી (6 ટકા)નો ટ્રેક ભોંયરામાંથી પસાર થશે. 12 કિમીનો ટ્રેક જમીન પર હશે. ટિકિટનો ભાવ શું હોઈ શકે? 2700 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીનું ભાડુ હોઈ શકે છે. (જ્યારે વિમાનમાં મુસાફરી કરવા જાઓ તો 3500થી લઈને 4000 રૂપિયા સુધી ખર્ચ કરવો પડે અને લક્ઝરી બસમાં 1500થી 2000 રૂપિયા ખર્ચ) બુલેટ ટ્રેનથી વિકાસ પણ પકડશે જબરદસ્ત ઝડપ જાપાનની બુલેટ ટ્રેન વર્ષના 40 કરોડ કલાક બચાવે છે જાપાનની અર્થવ્યવસ્થાને 50000 કરોડ યેનનો ફાયદો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી વેપારને નવા વિસ્તાર મળશે લોકોની ખુશાલી સૂચકાંકમાં વધારો સૂરત, વડોદરા અને અમદાવાદને સૌથી વધુ ફાયદો સમયની બચત, મહાનગરો પરનું પ્રેશર ઓછુ થશે.

કેટલા મુસાફરો પ્રવાસ કરી શકશે?

750 મુસાફરો દસ ડબ્બાવાળી બુલેટ ટ્રેનમાં એક સાથે મુસાફરી કરી શકે છે. 36,000 મુસાફરો રોજ આ ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. 1,86,000 મુસાફરોને રોજ મુસાફરી કરાવવાનો લક્ષ્યાંક 2053 સુધી 16 ડબ્બાવાળી બુલેટ ટ્રેન ચલાવવાનું ભવિષ્યનું લક્ષ્ય 35 ટ્રેન દરરોજ એક દિશામાં ચલાવી શકાય છે. પ્રોજેક્ટનો સમય અને ખર્ચ પાંચ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો કરાશે.

1.10 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે જેમાંથી 88000 કરોડ રૂપિયાની લોન જાપાને 0.1 ટકા વ્યાજ પર આપી છે. રોજગારની તકો સર્જશે 16,000 રોજગાર આડકતરી રીતે ઊભા થવાની આશા છે. 4,000 કર્મચારી ઓપરેશન અને મરામત માટે તથા 20,000 મજૂરોની નિર્માણકાર્ય માટે જરૂર ઊભી થશે.

 

source: sandesh

અહમદાબાદ/Ahmedabad,મુંબઈ/Mumbai,View : 810

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મનની શાંતિનું મુલ્ય સમ્પતિ અને સ્વાસ્થ્ય કરતાં ધણું વધારે છે.