બુમરાહના ‘નો બોલ’નો ઉપયોગ કરી રહી છે પાકિસ્તાની ‘ટ્રાફિક પોલીસ’

201724Jun
બુમરાહના ‘નો બોલ’નો ઉપયોગ કરી રહી છે પાકિસ્તાની ‘ટ્રાફિક પોલીસ’

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભલે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ‘નો બોલ’ ટીમ ઈન્ડિયાને ભારે પડ્યો હોય, પરંતુ પાકિસ્તાનની ફેસલાબાદ શહેરની ટ્રાફિક પોલિસ હવે આ ભૂલનો ફાયદો ઉઠાવીને લોકોમાં જાગ્રત કરવાના કામ લાગી છે.

જે હાલમાં એક ચર્ચાનો વિષય છે. પાકિસ્તાનની ફેસલાબાદ શહેરની ટ્રાફિક પોલિસ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બૂમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં નો બોલના તસવીરનો ઉપયોગ ડ્રાઈવરને લાલબત્તીની લાઈનથી પાછળ રહેવાની ચેતવણી આપવામાં કરી રહી છે.

આ ફોટોમાં બે કારો એક લાઈન પાછળ છે અને બૂમરાહની નો બોલ બીજી તરફ છે, આનું કેપ્શન છે.- “આ લાઈનને પાર ના કરો કેમ કે, તમે જાણો છો કે, કેટલો મોંઘો સાબિત થઈ શકે છે” આ કેપ્શન નીચે સિટી ટ્રાફિક પોલિસ ફેસલાબાદનો લોગો છે.

ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાન વિરૂદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં બૂમરાહના ‘નો બોલે’ મેચનું રિઝલ્ટ બદલી નાંખ્યું હતું. કેમ કે આ નો બોલ પર જ પાકિસ્તાની ટીમ તરફથી શાનદાર સદી ફટકારનાર ફખર જમાન આઉટ થઈ હયો અને ત્યારે તે માત્ર 3 રન પર રમી રહ્યો હતો.

બૂમરાહે ફખરને ત્રીજી ઓવરના પહેલા બોલે વિકેટકિપર ધોનીના હાથે કેચ કરાવડાવ્યો હતો. પરંતુ એમ્પાયરે આ બોલને નો બોલ આપ્યો હતો. કેમ કે, બૂમરાહનો પગ લાઈનથી આગળ નિકળી ગયો હતો.

આ જીવનદાન બાદ ફખરે 114 રનની શાનદાર ઈનિંગ રમીને પાકિસ્તાનને જીત અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

 

source: sandesh

રમત-જગત/Sports,View : 147

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.