અક્કલ…..

  • હોઠ સોજી ગયા

    એક દિવસ સન્ટા બન્ટાના ઘરે આવ્યો. તે ભયંકર લાગતો હતો. કારણ કે તેના ચહેરા પર ખુશી હતી પણ તેના હોઠ સોજીને દડા જેવા થઇ ગયા હતા..
    બન્ટાએ આશ્વર્ય સાથે પૂછ્ય,
    ''યાર સન્ટા, આ તારા હોઠને શું થયુ...?''
    .
    .
    સન્ટાએ કહ્ય, ''અરે કાંઇ નહી, એ તો મારી વાઇફ તેના પિયર ગઇ એટલે..''
    બન્ટાને સમજાયુ નહીં તેથી પૂછ્યુ, ''પણ ખુશીથી કાંઇ હોઠ થોડા સોજી જાય, શું થયુ એ તો કહે ?''
    .
    સન્ટાએ કહ્યુ, ''અરે કાંઇ નહી યાર..કાલે હું મારી વાઇફને રેલ્વેસ્ટેશન મુકવા ગયો. ત્યારે ટ્રેનમાં બેસાડીને મારી ખુશી સમાતી ન હતી. તેથી ખુશીમાં મેં ટ્રેનના એન્જીનને ચૂમી લીધુ....!!''

બીજા દિવસે પણ તોફાની વરસાદ, રાજકોટ- જેતપુરમાં વીજળી પડતા 3 મોત

201703Jun
બીજા દિવસે પણ તોફાની વરસાદ, રાજકોટ- જેતપુરમાં વીજળી પડતા 3 મોત

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શુક્રવારે સતત બીજા દિવસે મેઘરાજાએ પધરામણી કરી હતી શુક્રવારે બપોર બાદ રાજકોટ શહેર અને જિલ્લો તથા દેવભૂમિ દ્વારકા અને જામનગર, જૂનાગઢ જિલ્લામાં હાજરી પુરાવી હતી. જો કે, મેઘમહેર સાથે આભમાં વીજકહેર પણ વરસતા ચાર જિંદગી મોતના મુખમાં ધકેલાય ગઈ હતી.

જેમાં રાજકોટમાં બે યુવાન અને એક માસૂમ બાળકી વરસાદ અને વીજળીના ભોગ બન્યા હતા. જ્યારે જેતપુરમાં એક યુવતીને પણ વીજળી ભરખી ગઈ હતી. હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ ઝાપટાં વરસવાની આગાહી કરી છે. 2 ઈંચ વરસાદને પગલે 25 સ્થળે વૃક્ષો ધારાશાયી રાજકોટમાં શુક્રવારે સતત બીજા દિવસે 4.45 વાગ્યે તોફાની પવન સાથે 45 મિનિટમાં રાજકોટમાં પશ્ચિમ તરફના વિસ્તારમાં બે ઈંચ જેવો ધોધમાર વરસાદ વરસ્યો હતો.

તો મધ્ય રાજકોટમાં એક ઈંચ અને પૂર્વ રાજકોટમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના પગલે શહેરમાં 25 સ્થળે વૃક્ષો તૂટી પડ્યા હતા.

ગોંડલ, ઉપલેટા, ધોરાજીમાં પણ મેઘમહેર જિલ્લાના ગોંડલ પંથકમાં એકથી દોઢ ઈંચ અને ઉપલેટા પંથકમાં અડધો ઈંચ પાણી પડ્યું હતું. ભાયાવદર અને ધોરાજી પંથકમાં પણ ઝાપટાં પડ્યા હતા.

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના ગામડાંઓમાં વરસાદી વાતાવરણ વચ્ચે ઝાપટાં પડ્યા હતા. જામજોધપુરમાં 30 મિનિટમાં 10 મીમી પાણી વરસ્યું હતું.

ધ્રોલ, જોડિયા, જામનગર અને કાલાવડમાં રસ્તા ભીંજાયા હતા. જેતપુરમાં પવનને કારણે દીવાલ પડતા 3ને ઇજા જેતપુરમાપાટીદાર ડાઇંગની બાજુમા આવેલા જગદીશ ડાઇગની દીવાલ પવન સાથે ભારે વરસાદ વરસતા ધરાશાયી બની ગઇ હતી અને બાજુમા રહેતા નીતુ સુરેશ સોલંકી ,વીનુ પ્રવીણ સોલંકી , શારદા સંજય સોલંકીને ઇજા પહોંચતા તાત્કાલિક જેતપુર સિવિલ હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા.

પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામા આવ્યા હતા. વરસાદની મજા મોંઘી પડી, રાજકોટમાં યુવાન, જેતપુરમાં યુવતીના વીજળી પડતાં મોત રાજકોટમાં મવડી વિસ્તારમાં શ્રીહરિનગરમાં રહેતા વિશાલ કપુરિયા (ઉ.વ.22) તથા મીત દૂધાત્રા (ઉ.વ.15) ઘરની અગાશી પર વરસાદમાં ન્હાતા હતા ત્યારે વીજળી ત્રાટકતા વિશાલનો દેહ ભડથું થઈ ગયો હતો.

જ્યારે મીત દૂધાત્રાને ઈજા સાથે હોસ્પિટલે ખસેડાયો હતો. બન્ને સંબંધમાં મામા-ફઈના ભાઈઓ તથા હોવાનું જાણવા મળ્યું છે. કરુણ ઘટનાને પગલે પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા.

જેતપુરમાં વીજળીએ એક યુવતીનો ભોગ લીધો હતો. દેસાઈવાળી તેજાકાળા પ્લોટ વિસ્તારમાં વરસાદમાં ન્હાવા ગયેલી હિરલ કેશુભાઈ સખરેલિયા (ઉ.વ.22) પર વીજળી પડતા તેનું પણ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

મકાનની દીવાલ ઝૂંપડા પર પડતાં ચાર ઘવાયા રાજકોટનામોરબી રોડ પર ઓવરબ્રીજ પાસે એક ઝુંપડા પર બાજુના કાચા મકાનની દિવાલ પડતાં ઝુંબડાંમાં રહેતા સેવકરામ કનાકલ (ઉ.વ.25), મીનાબેન કનાકલ (ઉ.વ.45), મંજુબેન કનાકલ (ઉ.વ.60) અને વિક્રમ કનાકલ (ઉ.વ.22)ને ઈજા થતાં તમામને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. બીજી તરફ જંકશન પ્લોટ શેરી નં.4-5માં રહેતા રમેશભાઈ નટવરલાલ જોષી વીજળી પડતા ચક્કર ખાઈને બેભાન થઈ ગયા હતા.

 

source: divyabhaskar

રાજકોટ/Rajkot,જુનાગઢ/Junagadh,જામનગર/Jamnagar,ગોંડલ/Gondal,View : 429

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • એક હાથ કોઈને મદદ માટે ફેલાય તે પ્રાથના માટે જોડાયેલા બે હાથ કરતા વધારે મુલ્યવાન હોય છે.