અક્કલ…..

  • સરપંચ બાપુ


    બાપુ સરપંચ બની ગયા ઘરે પાર્ટી રાખી
    ડીજે : કેવા ગીત વગાડું બાપુ,
    બાપુ : ૨ – ૪ સારા વગાડી દેને ભૈલા બાકી તો પીધેલા છે એટલે જનરેટર ના અવાજ ઉપર પણ નાચશે.

બિહારમાં 19 લોકોના મોતનુ કારણ ઝેરી દારૂ, રિપોર્ટથી થઈ ખાતરી

201631Aug

બિહારના ગોપાલગંજમાં બે અઠવાડિયા પહેલા ઝેરી દારૂના કારણે 19 લોકોના મોત થયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાતની ખાતરી થઈ ગઈ છે. પહેલા સરકારી અધિકારીઓ મોતનુ કારણ ઝેરી દારૂને માનવા તૈયાર ન હતા.

મીડિયામાં સમાચાર આવ્યા બાદ મુખ્યમંત્રી નીતીશ કુમારે પરિસ્થિતિજન્ય પુરાવાના આધારે દારૂના કારણે મોતની શંકા પર ખાતરી કરવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાનુ કહ્યુ હતુ. તે રિપોર્ટ હવે આવી ગયો છે.

મૃતકોના આતંરડાના પોસ્ટમોર્ટમમાં 'ઈથાઈલ'ની સાથે ઉચ્ચ પ્રમાણમાં 'મિથાઈલ' વાળો દારૂ મળ્યો છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) એ આ રિપોર્ટ આપ્યો છે. હાલમાં તપાસનો રિપોર્ટ ગોપાલગંજની કોર્ટ અને ત્યાંના એસપીને સોંપવામાં આવ્યો નથી. પરંતુ આવનાર બે-ત્રણ દિવસમાં આ રિપોર્ટની અધિકૃત નકલ તેમને આપવામાં આવશે.

આ ઘટનાને લઈને બીજેપીએ નીતીશ સરકાર પર હુમલો કર્યો હતો. બીજેપીએ આરોપ મૂક્યો હતો કે, રાજ્યમાં સરકારની દારૂબંધીને કારણે ગેરકાયદેસર દારૂનો વ્યાપાર અંધાધૂંધ રીતે ચાલી રહ્યો છે. બિહારમાં 1 એપ્રિલથી નીતીશ કુમારની સરકારે સંપૂર્ણ દારૂબંધી કરી હતી.

source: gujaratsamachar

અન્ય/Other,View : 503

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • કમ્પેરીઝન અને કોમ્પીટીશન છોડીને કોમ્પ્રોમાઇઝ કરનાર શાંતિ પામે છે.