બાળકોને રમવા એકલા મુકતા માતા-પિતાની આંખ ઉઘાડતો ઉમરેઠનો કિસ્સો

201707Mar
બાળકોને રમવા એકલા મુકતા માતા-પિતાની આંખ ઉઘાડતો ઉમરેઠનો કિસ્સો

આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરના હરિનગર વિસ્તારમાં ઘર પાસે રમતા રમતા ત્રણ વર્ષની બાળકી નજીકમાં ઉકળતા પાણીના તપેલામાં પડી જતા ગંભીર રીતે દાઝી જવા પામતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા ઉમરેઠ પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઉમરેઠ શહેરના હરીનગર વિસ્તારમાં અશ્વિનભાઈ ડાહ્યાભાઈ દેવીપૂજક તેમના પરિવાર સાથે રહે છે.ગત તા.૨૮ ફેબ્રુઆરીના રોજ તેમની ત્રણ વર્ષની દિકરી દિવ્યા ઘર પાસે રમી રહી હતી ત્યારે નજીકમાં ઉકળી રહેલા પાણીના તપેલામાં અકસ્માતે પડી જતા ગંભીર રીતે દાઝી જવા પામી હતી.

જેને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં સારવાર બાદ ગતરોજ ઘરે પરત લાવવામાં આવી હતી.દરમ્યાન આજે તેનું મોત નિપજતા આ અંગે ઉમરેઠ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

source: sandesh

આણંદ/Anand,View : 618

    Comments

    • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
    • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
    • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
    • Niravbhai 14/12/2018Please new name
    • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
    • Kalubha14/12/2018Dhan rasi
    • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
    • 12/12/2018Dhan rashi
    • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
    • Nayana Mehta10/12/2018Nice story
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • શિક્ષણ માટે કરેલ ખર્ચ એ બાળક માટે ભવિષ્ય નું મૂડી રોકાણ છે.