બાયડમાં દેશનો સૌ પ્રથમ કેશલેસ સમૂહલગ્ન સંપન્નઃ રૂ.પપ,૦૦૦નો કેશલેસ વ્યવહાર

201721Feb
બાયડમાં દેશનો સૌ પ્રથમ કેશલેસ સમૂહલગ્ન સંપન્નઃ રૂ.પપ,૦૦૦નો કેશલેસ વ્યવહાર

કેન્દ્ર સરકાર આર્થિક નોટબંધી પછી ઉભી થયેલ રોકડ વ્યવહારની ઝંઝટમાંથી મુક્તિ અપાવવા માટે કેશલેસ વ્યવહારોને પ્રાધાન્ય આપી રહી છે ત્યારે શ્રી વિરમાયા વણકર સમાજ સમિતિ દ્વારા બાયડમાં દેશનો સૌ પ્રથમ કેશલેસ સમૂહ લગ્નોત્સવ રવિવારે આયોજીત થતાં કેશલેસ વગર જ તમામ વ્યવહારોનું ચૂકવણું થયું હતું.

સમાજના આર્થિક વ્યવહારો નોટ વગર સંપન્ન થતાં આ સૂમહ લગ્નોત્સવ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો. ૪૭ ગામના સ્વયં સાથીઓ આયોજીત લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં સમાજ બાંધવોએ ઉપસ્થિત રહી કેશલેસ વ્યવહાર દરેક ક્ષેત્રે અપનાવાય તે બાબત ઉપર ભાર મૂક્યો હતો.

આર્થિક નોટબંધી પછી કેશલેસ પ્રક્રીયાનું અભિયાન સરકારી વિભાગોમાં આગળ વધ્યા પછી હવે સૌ પ્રથમ સામાજીક ધોરણે તેને અમલમાં મૂકાતાં બાયડ તાલુકા શ્રી વિરમાયા વણકર સમાજ સુધારક સમિતિ દ્વારા આયોજીત થયેલા દેશના સર્વ પ્રથમ કેશલેસ સમૂહ લગ્નોત્સવની નોંધ લેવાઈ છે.

કેશલેસ સમૂહ લગ્નોત્સવમાં તમામ વ્યવહારો માટે પી.ઓ.એસ. મશીનથી રકમ ચૂકવાઈ હતી. અંદાજીત પપ હજારનો સમૂહ લગ્નોત્સવમાં કેશલેસ વ્યવહાર થતાં સમૂહ લગ્નોત્સવ અન્ય સમાજો માટે પણ ઉદાહરણરૃપ બની રહ્યો છે.

૯ નવયુગલોએ સમાજના બાંધવોની ઉપસ્થિતિ વચ્ચે અગ્નિની સાક્ષીએ પોતાના નવા ગૃહસ્થ જીવનનો આરંભ કર્યાે હતો. સમાજના દાતાઓ દ્વારા રૃા.૯ લાખનો ફાળો આપવામાં આવ્યો હતો જેમાં પપ હજાર કેશલેસ વ્યવહાર થયાનું જાણવા મળ્યું છે.

 

source: sandesh

ગુજરાત/Gujarat,સાબરકાંઠા/Sabarkantha,View : 475

    Comments

    • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
    • Supar21/10/2018Jaybhim
    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જે પોતાની જાત ઉપર હસી શકે છે તેને કોઈ રડાવી શકતું નથી.ચિરાગ મણવર