અક્કલ…..

  • વિકાસ

    એક નેતા એક ગામમાં ગયા તેઓ એક સ્ત્રી પાસે ગયા.
    નેતા - હવે હું આવી ગયો છુ, ચિંતા ન કરશો આ વખતે વિકાસ થશે
    સ્ત્રી - 5 વર્ષ પહેલા પણ આવ્યા ત્યારે તમે આવું જ કહ્યુ હતુ.. પણ વિકાસ નહી વિમલા થઈ હતી.

બાયડના શિક્ષિકાની મહેનત રંગ લાવી બે મુકબધીર બોલતા અને સાંભળતા થયા

201702Jan
બાયડના શિક્ષિકાની મહેનત રંગ લાવી બે મુકબધીર બોલતા અને સાંભળતા થયા

શિક્ષક વર્ગખંડમાં માત્ર ચોપડીના જ્ઞાનને મહત્વ આપી પોતાની ફરજ પૂરી કરતા હોવાનું કહેવાય છે પરંતુ એવુ નથી. ક્યારેક વર્ગ શિક્ષકની ચકોર નજર અને બાળકો પ્રત્યેની સંવેદનાથી બાળકનું આખુ જીવન બદલાઈ જતું હોય છે.

બાયડ તાલુકાના વાસણીરેલ પ્રાથમિક શાળામાં ધો.1ના વર્ગ શિક્ષક સરસ્વતીબેન કોદરભાઈ પટેલના પ્રયત્નથી બે મુકબધીર વિદ્યાર્થીઓ બોલતા અને સાંભળતા થતાં ગરીબ પરિવારમાં સંવેદનાના સૂર રેલાયા છે.

બાળક જન્મ્યા પછી મુકબધીર રહે તો માવતરને જીંદગીભર તેની ચિંતા સતાવવતી હોય છે. મુકબધીરોને બોલતા-સાંભળતા કરવા માટે કેટલાય પરિવારો ઉત્સુક છે પરંતુ નાણાંનો અભાવ અને પ્રયત્ન કરનાર કોઈ ટેકો જ આપતું ન હોવાના કારણે અસંખ્ય મુકબધીરોની જિંદગી અંધકારમય બની રહી છે.

ધો.1ના શિક્ષિકાને બે બાળકો મુકબધીર લાગ્યા બાયડ તાલુકાના વાસણીરેલ પ્રથાનિક શાળામાં ધો-1થી 8માં કુલ 280 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં 95 ટકા બાળકો બક્ષીપંચના છે.

વર્ષ 2016-17ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ધો.1ના વર્ગ શિક્ષક સરસ્વતીબહેન પટેલ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા હતા તે દરમિયાન બે વિદ્યાર્થીઓ તેમને મુકબધીર જણાયા હતા.

બંને ખુબ હોશિયાર હોવાથી તેમના પ્રત્યે શિક્ષિકાના મનમાં સંવેદના પ્રગટ થઈ મુકબધીર વિદ્યાર્થીઓના પરિવારનો સંપર્ક કરી શાળાના આચાર્યને આ બાબતથી વાકેફ કરાયા.

ઓપરેશનનો ત્રણથી ચાર લાખ રૂપિયાનો ખર્ચ બાળકો બોલતા સાંભળતા થાય તે માટે ઓપરેશન ખર્ચની તપાસ કરવામાં આવી જેમાં 3થી 4 લાખ રૂપિયા પરિવાર ખર્ચી શકે તેવી સ્થિતિ ન હોવાથી વર્ગશિક્ષિકાએ ગમે તે ભોગે બાળકોનું ઓપરેશન કરાવવાનું નક્કી કરી લીધું હતું.

સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં કરાવ્યો નિઃશુલ્ક સર્જરી સુરેન્દ્રનગર સી.યુ.શાહ સરકારી હોસ્પિટલમાં મુકબધીર બાળકોની નિઃશુલ્ક સર્જરી થાય છે તે જાણવા મળતાં જ વર્ગ શિક્ષિકાએ તક ઝડપી લીધી અને હોસ્પિટલનો સંપર્ક કરી બાળકોના વાલીઓનો વિશ્વાસ સંપાદીત કર્યા પછી બંને મુકબધીર બાળકોની સર્જરી સફળ રહેતાં હાલમાં આ બંને બાળકો બોલતા અને સાંબલતા થઈ જતાં પરિવારમાં આનંદનું મોજુ ફરી વળ્યું છે.

 

source: sandesh

સાબરકાંઠા/Sabarkantha,View : 676

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • એ આંસુ તો ત્યારે આવે છે જયારે કોઈક ને ભૂલી નથી સકતા…..