અક્કલ…..

 • આજે મૂડ નથી

  સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
  પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
  સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

બમ્પર ઉત્પાદનથી ચણા અને દાળમાં ઘટાડો, એરંડામાં પ્રત્યાધાતી સુધારો

201726Apr
બમ્પર ઉત્પાદનથી ચણા અને દાળમાં ઘટાડો, એરંડામાં પ્રત્યાધાતી સુધારો

એગ્રો હાજર કોમોડિટી બજારોમાં મર્યાદિત કામકાજની અસરે ભાવો ટૂંકી વધઘટ વચ્ચે અથડાઈ ગયા છે. એરંડામાં જનરલ ધ્યાન તેજી તરફી છે પરંતુ આવકોના દબાણે બજાર દબાઈ જાય છે.

ઉનાળાના કારણે ખાદ્યતેલોની ઘરાકી ઠંડી હોવાથી અંડરટોન નરમ છે. મગફળીમાં ખેડૂતોની પક્કડના કારણે આવકો મર્યાદિત છે. ચણા, દાળ, બેશન, તુવેરદાળમાં હોબેશ ઉત્પાદનના કારણે ભાવો ઘટી રહ્યાં છે. રૂ, કપાસ, ખાંડ, ઘઉંમાં સુસ્ત માહોલ છે.

રાજ્યમાં એરંડાની ૧.૪૦ લાખ ગૂણીની આવકો વચ્ચે ખરીદી જળવાઈ રહેતા રૂ. ૮૭૦થી ૯૩૦ના સ્થિર ભાવે વેચાણ થયેલા દિવેલ લુઝ હાજર રૂ. ૯૭૦થી ૯૭૫ હતું.

ધોરાજી સાઈડ એરંડા બિલ્ટી રૂ.૯૦૦, જૂનાગઢ રૂ. ૯૧૦થી ૯૧૫, શાપુર રૂ. ૯૧૫થી ૯૨૦, જગાણા રૂ.૯૪૦, કડી રૂ.૯૩૦, કંડલા રૂ.૯૨૦ના ભાવ હતા. દરેક મંદીના કારણો પચાવી બજાર એક-બે દિવસમાં ફરી સુધારાની ચાલ બતાવે છે. ચણામાં નરમ ટોન રહેતા ક્વિન્ટલે રૂ.૧૦૦ ઘટી મિલોએ રૂ. ૫૮૦૦થી ૫૯૦૦ કરતાં દાળમાં વધુ રૂ.૧૦૦ ઘટી રૂ. ૭૨૦૦થી ૭૪૦૦ અને બેશન ૬૦ કિલો રૂ.૧૦૦ સસ્તુ બની રૂ. ૫૧૦૦થી ૫૨૦૦ હતો.

રાજકોટ ખાતે ખાદ્યતેલોમાં નરમ ટોન વચ્ચે સિંગતેલ લુઝ રૂ.૧૦ ઘટી રૂ. ૯૮૫થી ૯૯૦, વોશ રૂ.૫ચ ઘટીને રૂ. ૬૦૦થી ૬૦૩, પામલુઝ રૂ. ૫૪૭થી ૫૪૮ અને સોયાલુઝ રૂ. ૫૯૬થી ૫૯૭ હતું.

સૌરાષ્ટ્રમાં મગફળીની ૨૦ હજાર ગૂણીની આવકે પિલાણબર ખાંડી રૂ. ૧૬૫૦૦થી ૧૭૦૦૦, ૨૦ કિલોના રૂ. ૮૨૦થી ૯૮૦, દાણાબરનો રૂ. ૧૧૮૦થી ૧૧૯૦ હતો. રૂ બજારમાં ટકેલ ટોન વચ્ચે શંકર ગાંસડી ક્વોલિટી પ્રમાણે રૂ. ૩૮૦૦૦થી ૪૩૩૦૦, કપાસ રૂ. ૯૦૦થી ૧૨૧૦ના ભાવ હતા.

 

source: sandesh

ધંધો, વ્યવસાય/Business,રાજકોટ/Rajkot,જુનાગઢ/Junagadh,View : 635

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જીભ ને હાડકા હોતા નથી પણ જીભ જ હાડકા ભંગાવે છે.