બનાસકાંઠા: રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, ગાડીનો કાચ તૂટ્યો

201705Aug
બનાસકાંઠા: રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, ગાડીનો કાચ તૂટ્યો

પૂરપીડિત બનાસકાંઠાની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ રાહૂલ ગાંધીની ફોર્ચ્યુનર કાર પર વજનદાર પથ્થર ફેંકવામાં આવ્યો હતો. પથ્થરમારાથી ગાડીનો કાચ તૂટી ગયો હતો અને રાહુલના કમાન્ડોને ઈજા પહોંચી હતી.

રાહુલ ગાંધીએ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અમે વિરોધ કે પથ્થરમારાથી ડરતા નથી, પૂરપીડિતોના દુ:ખમાં ભાગીદાર થવા આવ્યો છું, તેમના દર્દને સમજવા આવ્યો છું.

મારો વિરોધ કરનારા ડરપોક છે. રાહૂલે અસરગ્રસ્તોને જણાવ્યું હતું કે, ગુજરાત, દિલ્હીમાં કોંગ્રેસની સરકાર નથી, પણ કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ તમારી સાથે છે.

તેમણે ઉમેર્યું કે લોકસભા અને રાજ્યસભામાં પણ પીડિતોના પ્રશ્નો રજૂ કરાશે અને જલ્દીથી સહાય મળે તે માટે દબાણ ઊભું કરાશે. રાહુલ ગાંધી કાર પર કોઇ શખ્સે પથ્થર ફેંકયો અત્રે ઉલ્લેખનિય છે કે, ધાનેરા ખાતે લાલ ચોક પરથી સભા પુર્ણ કરી રાહુલ ગાંધી હેલીપેડ તરફ જઇ રહ્યા હતા ત્યારે તેઓ ફોર્ચ્યુનર કારમાં બેઠા હતા.

આ કાર સભા સ્થળેથી દૂર ગઇ ત્યારે રસ્તામાં તેમની કાર પર કોઇ અજાણ્યા શખ્સે પથ્થર ફેંકતા પથ્થર સીધો રાહુલ ગાંધીની પાછળની સીટની વિન્ડો પર પડયો હતો. જેના કારણે આ વિન્ડોનો કાચ તૂટી ગયો હતો.

રાહુલ ગાંધી કારમાં નીકળતા જ રસ્તામાં કોઇ શખ્સે પથ્થર ફેંકયો હતો. વિરોધ દર્શાવતાં પોલીસે તેમની અટકાયત રાહુલ ગાંધી ડ્રાઇવરની બાજુની આગળની સીટમાં બેઠા હતા. આ સીટની પાછળની સીટ પર પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની સીટના વિન્ડો ગ્લાસને તોડીને પથ્થર પડયો હતો. આ મુદ્દે ધાનેરા પોલીસ સ્ટેશનમાં યુવક કોંગ્રેસના પ્રમુખ દ્વારા ફરિયાદ કરવાની કવાયત હાથ ધરી છે.

રાહુલ ગાંધીનું લોલચોક વિસ્તારમાં હકડેઠઠ જનમેદની વચ્ચે ભાષણ ચાલી રહ્યું હતું કે, દરમિયાન ચાર-પાંચ યુવાનોએ કાળાવાવટા ફરકાવી વિરોધ દર્શાવતાં પોલીસે તેમની અટકાયત કરી હતી. રૂપાણીએ ઘટના વખોડી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહુલ ગાંધીના કાફલા પર થયેલા પથ્થરમારાની ઘટનાને વખોડી કાઢી છે અને જવાબદારો સામે સખત પગલાં લેવા પણ અધિકારીઓને સૂચના આપી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને પ્રોટોકોલ પ્રમાણે રાજ્ય સરકારે બુલેટપ્રૂફ કાર ઓફર કરી હતી પરંતુ તેમણે તેને સ્વીકારવાને બદલે ખાનગી કારમાં મુસાફરી કરી હતી. કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઠેર-ઠેર વિરોધ કરી પૂતળાદહન રાહુલ ગાંધી પર પથ્થરમારાની ગંભીર ઘટના બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

આ સમગ્ર મામલે દોષિતો સામે પગલાં ભરવાની માંગ સાથે કોંગ્રેસી કાર્યકરો ધાનેરા પોલીસ મથકે દોડી આવ્યા હતા. જ્યાં પોલીસે ફરિયાદ લેવા આનાકાની કરતાં હંગામો મચી ગયો હતો.પથ્થરમારામાં નુકસાન થયેલી કાર પ્રાંત ઓફિસ ખાતે લાવવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો પોલીસ મથકે આવી દોષિતો સામે પગલાં ધરવા માંગ કરી હતી.

ભાજપના ઈશારે હુમલો થયોઃ કોંગ્રેસ

- રાહુલ ગાંધી કારમાં હેલિપેડ જતાં હતા ત્યારે પથ્થરમારો થયો

- પથ્થરમારામાં રાહુલ ગાંધીની કારનો કાચ તોડ્યો

- લાલચોકથી હેલિપેડ જતી વખતે પથ્થર ફેંકાયો

- રાજ્ય સરકારની સુરક્ષામાં છીંડા જોવા મળ્યા

- પથ્થરમારો થતાં એસપીજી જવાનને હાથે ઈજા પહોંચી

- રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલાને કોંગ્રેસે વખોડ્યો

- હુમલો ભાજપે કરાવ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

- ધાનેરાથી પરત હેલિપડ પર જતાં રાહુલ ગાંધીના કાફલા ઉપર પથ્થરમારો

- પથ્થરમારા બાદ રાહુલ ગાંધીએ કાર બદલી

- રાહુલે કહ્યું હતું કે, પથ્થરમારો કરવાથી અને મોદી મોદીના નારાથી અમે પાછા હટવાની નથી

- ધાનેરા મામલતદાર કચેરી યુવા કોંગ્રેસના કાર્યકરોનો હંગામો

- રાજકીય નેતાના ઈશારે ગાડી પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ

 

source: divyabhaskar

બનાસકાંઠા/Banaskantha,View : 308

  Comments

  • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
  • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
  • Vgd19/06/2018Eh
  • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
  • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
  • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
  • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
  • અંકિત08/06/2018Ankit
  • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
  • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • શિક્ષણ માટે કરેલ ખર્ચ એ બાળક માટે ભવિષ્ય નું મૂડી રોકાણ છે.