અક્કલ…..

  • નો મોર ..

    એક બસ માં કોલેજ ની બધી છોકરીઓ ચડી ગઈ અને બસ ફૂલ

    કંડકટર : નો મોર …,

    એક ગુજરાતી બાપા: કા નવરીના …! ઢેલ બધી ચડાવી દીધી અને અમે આવ્યા તો નો મોર ..

બનાસકાંઠામાં પૂરની સ્થિતિ: એરફોર્સે કર્યું દિલધડક ઓપરેશન

201726Jul
બનાસકાંઠામાં પૂરની સ્થિતિ: એરફોર્સે કર્યું દિલધડક ઓપરેશન

બનાસકાંઠા જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ચોમેર તબાહી નજરે પડી રહી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી રાહત અને બચાવની કામગીરી છતાં પરિસ્થિતિ વિકટ જણાઇ રહી છે.

તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોને રેસ્કયૂ કરીને બચાવી લેવાયા છે. તો 46 હજારથી પણ વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

હજુ પણ એટલા જ લોકો પાણી વચ્ચે ઘેરાયેલા છે. બનાસકાંઠામાં 6 સહિત ઉ ગુજ.માં કુલ 13 વ્યક્તિઓના મૃત્યુ સૌથી વિકટ સ્થિત ધાનેરાની છે. અહીં હજુ પણ 2થી 3 ફૂટ પાણી દોડી રહ્યા છે.

જેના કારણે લોકોને પીવાના પાણી અને ભોજન માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બનાસકાંઠામાં 6 સહિત ઉ ગુજ.માં કુલ 13 વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

તો હજારો પશુના મોતની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. તંત્રની અગ્રતા હાલના તબક્કે લોકોને બચાવવાની છે. દરમિયાન, મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા અને પાટણના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરક્ષણ કર્યુ હતું. તેમની સાથે સીએમ વિજય રૂપાણી પણ જોડાયા હતા.

સીપુ ડેમ સલામત છે અને પાણીનો આવરો ઓછો થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. ચોવીસ હજાર જેટલા લોકોનું સ્થળાંતર બનાસકાંઠા જિલ્લામાં વરસાદના ત્રીજા દિવસે પણ સમગ્ર જિલ્લો જળમગ્ન છે. અનેક ગામો સંપર્ક વિહોણા છે. વરસાદે છ લોકોના જીવ ગુમાવ્યા છે. બચાવ ટીમોએ તેરસોથી વધુને બચાવયા છે.

અને ચોવીસ હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મુખ્ય મંત્રીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઇને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રાહત અનેબચાવ કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી પુરગ્રસ્તોને તાકીદે સહાય રૂપ બનવા માટે વહીવટીતંત્રને જરૂરી સુચના આપી હતી.

લોકોને જરૂરી તમામ સહાય પુરી પાડવા તાકીદ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી શંકર ચૌધરીએ પાલનપુર ખાતે કલેકટર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પુરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.

લોકોને જરૂરી તમામ સહાય તાકીદે પુરી પાડવા મંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું. જિલ્લાના પુરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને બચાવી લેવા માટે કલેકટર દિલીપ રાણાની સુચના અને માર્ગદર્શન અનુસાર મોટાપાયે રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે.

 

source: divyabhaskar

બનાસકાંઠા/Banaskantha,View : 547

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The first step before anyone else in the world believes it is that you have to believe it.Will smith