અક્કલ…..

 • હોઠ સોજી ગયા

  એક દિવસ સન્ટા બન્ટાના ઘરે આવ્યો. તે ભયંકર લાગતો હતો. કારણ કે તેના ચહેરા પર ખુશી હતી પણ તેના હોઠ સોજીને દડા જેવા થઇ ગયા હતા..
  બન્ટાએ આશ્વર્ય સાથે પૂછ્ય,
  ''યાર સન્ટા, આ તારા હોઠને શું થયુ...?''
  .
  .
  સન્ટાએ કહ્ય, ''અરે કાંઇ નહી, એ તો મારી વાઇફ તેના પિયર ગઇ એટલે..''
  બન્ટાને સમજાયુ નહીં તેથી પૂછ્યુ, ''પણ ખુશીથી કાંઇ હોઠ થોડા સોજી જાય, શું થયુ એ તો કહે ?''
  .
  સન્ટાએ કહ્યુ, ''અરે કાંઇ નહી યાર..કાલે હું મારી વાઇફને રેલ્વેસ્ટેશન મુકવા ગયો. ત્યારે ટ્રેનમાં બેસાડીને મારી ખુશી સમાતી ન હતી. તેથી ખુશીમાં મેં ટ્રેનના એન્જીનને ચૂમી લીધુ....!!''

બકરી ઈદ પહેલા આતંકવાદી જાકિર મુસાએ PM મોદીને આપી ધમકી

201702Sep
બકરી ઈદ પહેલા આતંકવાદી જાકિર મુસાએ PM મોદીને આપી ધમકી

બકરી ઈદ પહેલા આતંકવાદી સંગઠન અન્સાર ગજાવત-ઉલ-હિન્દ (અલકાયદાની કાશ્મીર શાખા) નો વડા જાકિર મુસાએ એક મિનીટનો ઓડિયો સંદેશ જાહેર કરીને ભારતને ગૌ પૂજક પીએમ મોદી અને હિન્દુઓથી આઝાદ કરાવવાની ધમકી આપી છે. જાકિર મૂસાએ ભારત સરકારને જમ્મુમાં રોહિંગ્યા મુસલમાનનો વસાવવાને લઈને પણ ધમકી આપી છે.

મૂસાએ આ સંદેશ પોતાના સંગઠનના યુટ્યુબ એકાઉન્ટ પર શેર કર્યો છે. જાકિર મૂસા અલ-કાયદામાં ભરતી થતા પહેલા આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનનો સદસ્ય હતો. મૂસા પહેલા પણ આતંકવાદમાં વધારો કરનાર અનેક વીડિયો શેર કરી ચૂક્યો છે. રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારે ભારતમાં રહેતા 40 હજાર રોહિંગ્યા મુસલમાનોને જમ્મુમાં પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

જેમાં અંદાજે 6000 જેટલા રોહિંગ્યા મુસલમાન જમ્મુમાં રહે છે. મુસાએ ઓડિયોમાં પાકિસ્તાની સેના અને સરકાર પણ પણ કાશ્મીરી જેહાદીઓને ધોકો આપવાનો આરોપ લગાવ્યો છે.

મુસાએ દાવો કર્યો છે કે, પાકિસ્તાન અમેરિકાની મદદ માટે મુજાહિદ્દીનની વિરુદ્ધ યુદ્ધ કરે છે. મુસાએ દાવો કર્યો છે કે, પાકિસ્તાને આતંકવાદનું પ્રશિક્ષણ આપવના અનેક કેમ્પોને બંધ કરાવ્યા છે.

મુસાનો દાવો એમ પણ છે કે, પાકિસ્તાને કાશ્મીર સાથે જોડાયેલ અનેક આતંકવાદીઓને ઘર્ષણમાં મરાવ્યા છે અને કેટલાકને જેલમાં બંધ કર્યાં છે. એક રિપોર્ટ અનુસાર, હાલમાં જ મૂસાના સંગઠને કાશ્મીરમાં અનેક જગ્યાઓ પર અલ્લાહની મરજીથી એવા પોસ્ટર્સ લગાવ્યા છે.

પોલીસને આશંકા છે કે, આ સંગઠન કોઈ આતંકવાદી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં છે. મૂસાએ ઉર્દૂમાં આપેલી ધમકીમાં કહ્યું કે, ગાયને પૂજનારા નરેન્દ્ર મોદી પોતાની રાજનીતિ અને કૂટનીતિથી ભલે ગમે તેટલી તાકાત લગાવી દે, પણ તેઓ અમને રોકી નહિ શકે. અમે હિન્દ પર ઈસ્લામનો પરચમ લહેરાવીશું અને હિન્દુ શાસકોને જેલમાં બંધ કરીને રહીશું.

મૂસાએ દાવો કર્યો છે કે, પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર હિન્દુસ્તાન સાથે મળી ગયુ છે. અને તેને કાશ્મીરની મુક્તિ માટે પાકિસ્તાનની મદદની જરૂર નથી. મૂસાએ પાકિસ્તાની સેના અને સરકારને પોતાનો દુશ્મન બતાવ્યો છે.

 

source: sandesh

ભારત/India,ગુનો/Crime,View : 715

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • આનંદ એક અમૃત છે, પણ તેને મેળવવા માટે મંથન કરવું જોઈએ. તેને દુખના વલણોમાંથી જ પામી શકાય છે.