અક્કલ…..

 • ચીની ટ્રાન્સલેશન

  એક બાળક (બીજાને)- તું ચીની ભાષા વાંચી શકે છે?
  બીજો બાળક - હા, કેમ નહીં,
  શરત એટલી જ છે કે તે હિન્દી કે અંગ્રેજીમાં લખેલી હોય...

ફોર્બ્સના 100 સૌથી અમીર ટેક્નોલોજી સમ્રાટમાં મળ્યું અઝીમ પ્રેમજી, શિવ નાદર

201611Aug
ફોર્બ્સના 100 સૌથી અમીર ટેક્નોલોજી સમ્રાટમાં મળ્યું અઝીમ પ્રેમજી, શિવ નાદર

વિપ્રોના ચેરમેન અને એચસીએલના સહસંસ્થાપક શિવ નાદર ભારતના માત્ર બે અબજોપતિ છે કે જેમને ફોર્બ્સના 100 સૌથી અમીર ટેક્નોલોજી સમ્રાટની યાદીમાં સ્થાન મળ્યું છે. તેમણે ગૂગલના પ્રમુખ એરિક શ્મિટ અને ઉબરના મુખ્ય કાર્યકારી ટ્રેવિસ કૈલાનિક કરતાં ટોચના 20 ઉદ્યોગપતિઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ટેક્નોલોજી ક્ષેત્રના 100અમીર ઉદ્યોગપતિઓની યાદીમાં ટોચ પર માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ છે જેમની અંદાજિત સંપત્તિ 78 અબજ ડોલર છે.

પ્રેમજી 13મા સ્થાને
આ યાદીમાં પ્રેમજી ૧૩મા સ્થાને છે. જેમની સંપત્તિનું મૂલ્ય 16 અબજ ડોલર અને નાદરની સંપત્તિનું મૂલ્ય 11.6 અબજ ડોલર છે. તેઓ 17મા સ્થાને છે. બે મૂળ ભારતીય અમેરિકન ટેક્નોલોજી સમ્રાટ સિમ્ફની ટેક્નોલોજીના રોમેશ વાધવાની અને સિન્ટેલના ભરત દેસાઈ તેમજ તેમનાં પત્ની નિરજા સેઠીને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.
ફોર્બ્સે કહ્યું છે કે ભારતની સૌથી મોટી ત્રીજી આઉટર્સોંસિંગ કંપની વિપ્રોના પ્રમુખ પ્રેમજી ગયા વર્ષે અન્ય કંપનીઓ ટેકઓવર કરવામાં વ્યસ્ત હતા જેથી કંપનીનો વિકાસ સાધી શકાય. પ્રેમજીના પુત્ર રિશદ કંપનીનાં બોર્ડમાં છે અને પ્લાનિંગ વિભાગના વડા છે. તેઓ વિપ્રોના 10 કરોડ ડોલરનાં વિકાસભંડોળનો વહીવટ કરે છે.

શિવ નાદર એચસીએલના સહસંસ્થાપક છે. કંપની અમેરિકામાં લિસ્ટિંગ કરાવવા વિચારી રહી છે. નાદરનું એક યુનિટ એચસીએલ ટેલેન્ટ કેર છે જે કુશળતા વિકસાવવા અને નવા ગ્રેજ્યુએટ થયેલાં લોકોને તાલીમ આપે છે. તેમણે સ્ટાર્ટઅપ કંપનીઓમાં રોકાણ માટે 50 કરોડનું ફંડ અલગ તારવ્યું છે. વાધવાની 3 અબજ ડોલરની સંપત્તિ સાથે 67મા સ્થાને છે.
ફોર્બ્સની બીજી ર્વાષિક યાદીમાં ટેક્નોલોજી ક્ષેત્રના સૌથી અમીર લોકોની ચોખ્ખી આવક અને સંપત્તિ 892 અબજ ડોલર રહી હતી, જે ગયા વર્ષ કરતાં 6 ટકા વધારે છે. સૌથી અમીર 100 ટેક્નોલોજી સમ્રાટમાં 50 ટકાથી વધુ તો અમેરિકાના છે. ટેક્નોલોજી ક્ષેત્રના અમીરોના સંદર્ભમાં ચીન19 અમીરો સાથે બીજા ક્રમે છે, જેની સંયુક્ત ચોખ્ખી આવક અને સંપત્તિ 132.7 અબજ ડોલર છે. ચીનના સૌથી અમીર ઉદ્યોગપતિમાં અલીબાબાના સ્થાપક જેક મા 25.8 અબજ ડોલરની સંપત્તિ સાથે 8મા સ્થાને છે. આ યાદીમાં કેનેડાના પાંચ અને જર્મનીના 4 અબજોપતિ સામેલ છે. બીજા સૌથી અમીર વ્યક્તિ એમેઝોનના સ્થાપક જેફ બેજોસ છે, જેમને આ વર્ષે સૌથી વધારે ફાયદો થયો છે. તેમની સંપત્તિ 66.2 અબજ ડોલર છે. ઓરેકલના ચેરમેન લૈરી એલિસન 4થા સ્થાને છે.

Source : Sandesh

અંતરરાષ્ટ્રીય/International,View : 1770

  Comments

  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
  • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
  • ખ જ 04/10/2018ખ અને જ પર નામ આપો છોકરો છે
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી નથી છેલ્લે ભલું કરનારનું ભલું જ થાય છે.