અક્કલ…..

 • ટીચર

   ટીચર: બોલ પપુ તારી ચડ્ડી ના એક ખીસામાં ૫૦૦ની અને એક ખીસામાં ૧૦૦૦ રૂપિયાની નોટ હોય તો તું શું વિચારે?

  પપુ: સર હું પણ એજ વિચારું કે આ કોની ચડ્ડી પહેરાઈ ગઈ

ફરી પડશે ગુજરાતમાં ધોધમાર વરસાદ, તારીખો જાણવા કરો ક્લિક

201726Aug
ફરી પડશે ગુજરાતમાં ધોધમાર વરસાદ, તારીખો જાણવા કરો ક્લિક

ધોધમાર વરસાદના વિરામ બાદ ફરી રાજ્યમાં ભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યાં છે. બે દિવસ પહેલાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ પડયો હતો.

જોકે હાલમાં પશ્ચિમ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની હોવાની વિગતો સામે આવી છે. આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી હોવાથી આગામી ૨૭, ૨૮ અને ૨૯ ઓગસ્ટ આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી જારી કરી છે.

બીજી તરફ મુશળધાર વરસાદ પડયો હોવા છતાં વાતાવરણમાં બાફ અને ઉકળાટનું પ્રમાણ ઓછું થયું નથી. ભર ચોમાસામાં ગરમી અનુભવાઈ રહીં છે.જેને લઈ નાગરિકો હેરાન-પરેશાન બન્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ચાલુ વર્ષે મોસમનો ૩૫ ઈંચથી વધારે વરસાદ પડયો છે. ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ બાદ ભારે જાનહાનિ થઈ હતી.

જો કે, હવે સ્થિતિ ધીમે-ધીમે થાળે પડી રહીં છે. રાજ્યભરમાં ચાલુ વર્ષે મોસમનો ૮૫ ટકા કરતાં વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યના જળાશયોમાં પણ પાણીની નોંધપાત્ર આવક થઈ છે.

રાજ્યમાં ૨૭મીથી ૨૯મી સુધી વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને જિલ્લાના તમામ કલેકટરોને હેડક્વાર્ટર નહીં છોડવા માટે આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સારા વરસાદ બાદ હાલ કૃષિપાકનું ચિત્ર પણ ઉજળું બન્યું છે. આ ઉપરાંત નદીઓમાં નવા નીરની આવક થતાં પાણીની સમસ્યાનો પણ અંત આવ્યો છે.

 

source: sandesh

ગુજરાત/Gujarat,View : 430

  Comments

  • જયમૈષ શાહ23/06/2018કન્યા રાશિમાં નવા નામ પુત્ર માટે જણવશો
  • સોલંકી દિલીપ23/06/2018તા.22/06/2018 રાશી જણાવજો
  • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
  • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
  • Vgd19/06/2018Eh
  • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
  • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
  • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
  • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
  • અંકિત08/06/2018Ankit
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • દયા એવી ભાષા છે જે બેહરા સાંભળી શકે છે અને મુંગા પણ સમજી શકે છે.