પ્રેમ સંબંધમાં એક ન થઈ શકતા મામા-ફઈનાં ભાઈ-બહેને સજોડે ગળેફાંસો ખાધો

201720Jun
પ્રેમ સંબંધમાં એક ન થઈ શકતા મામા-ફઈનાં ભાઈ-બહેને સજોડે ગળેફાંસો ખાધો

ઊના તાલુકાનાં સૈયદ રાજપરા નજીક આવેલા શીતળા માતાજીનાં મંદિરમાં પીપળાનાં ઝાડ પર વહેલી સવારે એક પરિણીતાએ પોતાનાં પ્રેમી સાથે મળી એકસાથે ગળેફાંસો ખાઇ લીધો હતો.

બન્ને યુવક યુવતીનાં મૃતદેહ ઝાડ પર લટકતા જોઇ લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા. બનાવની બન્નેનાં પરીવારને જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને બાદમાં નવાબંદર પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ બન્નેનાં મૃતદેહ ઝાડ પરથી ઉતારી ઊના સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા.

સૈયદ રાજપરા ગામે રહેતી જશીબેન ચીનુભાઇ ડાભી (ઉ. 19) ને ગામમાં જ રહેતા અશોક મંગાભાઇ બાંભણીયા (ઉ. 22) સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, બન્ને મામા ફઇનાં ભાઇ-બહેન થતા હોવાથી આ બન્ને એક નહી થઇ શકે એનો ડર હતો.

તેમાંય જશીનાં લગ્ન તેના પિતાએ માણેકપુર ગામે 1 માસ પહેલાંજ કરાવી નાંખ્યા હતા. પરંતુ જશી અશોક સાથેનો પ્રેમ ભૂલી શકી નહોતી. આ દરમ્યાન લગ્ન બાદ જશીને તેમનાં પિયેરિયાં આણું વાળવા સૈયદ રાજપરા તેડી લાવ્યા હતા.

ગતરાત્રે તે પોતાને ઘેરથી નિકળી ગઇ હતી. અને અશોક સાથે મળી બન્ને શીતળા માતાજીનાં મંદિરે પહોંચ્યા હતા. જ્યાં મંદિરમાં આવેલા પીપળાનાં ઝાડ પર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

બન્નેનાં મૃતદેહને ઝાડ પરથી ઉતારતા જ જશી અને અશોકનાં પરીવારજનોનાં હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી. ગામમાં પણ શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.

 

source: divyabhaskar

ભાવનગર/Bhavnagar,ગુનો/Crime,View : 171

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The first step before anyone else in the world believes it is that you have to believe it.Will smith