પ્રેમાંધ ગર્લફ્રેન્ડના લવ બાઈટને લીધે 17 વર્ષનો છોકરો મૃત્યુ પામ્યો

201629Aug
પ્રેમાંધ ગર્લફ્રેન્ડના લવ બાઈટને લીધે 17 વર્ષનો છોકરો મૃત્યુ પામ્યો

ગર્લફ્રેન્ડના લવબાઈટને કારણે 17 વર્ષના છોકરો મૃત્યુ પામ્યો હોવાની ઘટના મેક્સિકોમાં બની છે. 17 વર્ષના જુલિયા માસિએસે સાંજ તેની ગર્લફ્રેન્ડ સાથે પસાર કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ બંને જણાં હોટલમાં ડિનર લઈ રહ્યાં ત્યારે ગર્લફ્રેન્ડ પ્રેમાવેશમાં આવી ગઈ હતી અને તેના પ્રેમીની વ્હાલભર્યુ લવબાઈટ કર્યું હતું. ત્યારબાદ છોકરો તેના પરિવાર સાથે મેક્સિકો સીટીમાં હતો ત્યારે તેને એકાએક લકવો પડી ગયો હતો.

જુલિયોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ તેને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો હતો. લવબાઈટને કારણે છોકરાને લોહી ગંઠાઈ ગયું હતુ અન તે કારણે રકત પ્રવાહ અનિયમિત બની જતાં મગજમાં પૂરતા પ્રમાણમાં લોહી મળતું ન હતું. આથી જુલિયોને પક્ષાઘાતનો હુમલો થયો હતો. આ ઘટના પછી 24 વર્ષની ગર્લફ્રેન્ડ ફરાર થઈ ગઈ છે.

છોકરાના માતાપિતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રના મોત માટે તેની ગર્લફ્રેન્ડ જવાબદાર છે. 2011માં પણ આવી જ ઘટના બની હતી. ત્યારે 44 વર્ષની મહિલા લકવાગ્રસ્ત થઈ ગઈ હતી. આ મહિલાને પણ લવબાઈટને લીધે ક્લોટ (લોહી ગંઠાઈ જવુ) થઈ ગયું હતું. આ સાથે મહિલાનો ડાબો હાથ સંપૂર્ણપણે નિષ્ક્રીય થઈ ગયો હતો.

લવબાઈટ સામાન્ય રીતે ચુંબનનો એક પ્રકાર છે. આ કારણે વિશેષ કરીને ડોકના ભાગે નિશાન પડી જાય છે. પ્રેમાક્રિડા વખતે વ્યક્તિ ત્વચાને ચુંબન કરે છે, આ સમયે વ્યક્તિ વધારે આક્રમક બનતાં ઘા પડી જાય છેઆ કારણે ત્વચાની નીચેની નાનકડી રક્તવાહિનીઓ ફાટી જાય છે.

લવ બાઈટના નિશાન સામાન્ય રીતે 12 દિવસમાં દૂર થઈ જાય છે. જો આમ ન થાય તો ચિંતાજનક ગણાય. લવબાઈટને કારણે થયેલા સોજાને ઓછો કરવા બરફનો પણ ઉપયોગ કરી શકાય છે.

source: sandesh

અન્ય/Other,View : 1250

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જેના હાથમાં શસ્ત્ર હોય તે કદાચ વીર કહેવાય પણ જેના હાથ ની-સસ્ત્ર હોય તે જ સાચો મહાવીર કહેવાય….