પ્રભાસે કેટરિનાના બદલે અભિનેત્રી તરીકે અનુષ્કાને પસંદ કરી

201722May
પ્રભાસે કેટરિનાના બદલે અભિનેત્રી તરીકે અનુષ્કાને પસંદ કરી

'બાહુબલી ૨'ની બેજોડ સફળતા પછી અભિનેતા પ્રભાસ ફિલ્મ 'સાહો'માં વ્યસ્ત થઇ ગયો છે. લોકોને આશા છે કે આ ફિલ્મ પણ અધધધ સફળતા મેળવશે.

પ્રભાસ સાથે આ ફિલ્મમાં કેટરિના કૈફને લેવાની ચર્ચા હતી પરંતુ અભિનેતાએ અનુષ્કા શેટ્ટીને પસંદ કરી છે. ફિલ્મ નિર્માતાઓનું માનવું છે કે પ્રભાસ સાથે અનુષ્કાની કેમેસ્ટ્રિ બેસ્ટ છે.

જોકે એક એવી પણ વાત હતી કે આ ફિલ્મમાં કેટરિના કૈફને લેવાની કોઇ વાત જ નહોતી.કેટરિનાની ટીમ જ આવી વાતો ચગાવી રહી છે. સૂત્રની વાત સાચી માનીએ તો આ ફિલ્મની પ્રથમ પસંદગી શ્રદ્ધા કપૂર હતી.

શ્રધ્ધાને આ ફિલ્મની વાર્તા પસંદ પણ પડી હતી. પરંતુ ફીની રકમ અંગે વાત અટકી પડી હતી. કહેવાય છે કે શ્રદ્ધા કપૂરે 'સાહો માટે રૃા. ૮ કરોડમ ાંગ્યા હતા.

જ્યારે આટલી મોટી રકમ તેલુગુ સિનેમામાં કોઇને આપવામાં આવતી નથી. શ્રદ્ધા પોતાની ફીની રકમ બાબતે મક્કમ હતી અને કોઇ બાંધછોડ કરવા રાજી નહોતી.

 

source: gujaratsamachar

મનોરંજન/Entertainment,બોલીવુડ/Bollywood,View : 359

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.