અક્કલ…..

  • તને કોઇ ભુલી શકે ?

    એક બુઝુર્ગ પતિ-પત્ની કારમાં પોતાના ઘરે જઇ રહ્યા હતા. પત્ની ગાડી ચલાવી રહી હતી ત્યા સામે એક સિગ્નલ આવ્યુ જે વૃધ્ધ પત્નીને દેખાયુ નહી.

    આગળ પોલીસ કર્મચારીએ ગાડી ઉભી રાખી અને કહ્યુ,

    ''મેડમ, તમને ખયાલ છે તમે ટ્રાફિક નિયમ તોડ્યો છે ?''

    પત્ની થોડુ ઉંચુ સાભળતી હતી તેથી તેણે પતિ સામે ફરીને પૂછ્યુ કે પોલીસ વાળો શું કહે છે..

    પતિએ કહ્યુ, ''એ કહે છે કે તેં ટ્રાફિકનો નિયમ તોડ્યો છે.''

    પોલીસ કર્મચારી, ''મેડમ, શું હું તમારુ લાઇસન્સ જોઇ શકુ ?''

    પત્ની ફરી તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે શું કહે છે પોલીસવાળો..

    પતિએ કહ્યુ કે પોલીસ કર્મચારી તેનુ લાઇસન્સ જોવા માગે છે..

    પત્નીએ પોલીસ કર્મચારીને લાઇસન્સ આપ્યુ..પોલીસ કર્મચારીએ લાઇસન્સ જોઇને કહ્યુ,

    ''અચ્છા તો તમે અમદાવાદના છો..હુ પણ ત્યાં ઘણો સમય નોકરી કરતો હતો. અને એક દિવસ અત્યંત બદસુરત મહિલા સાથે ડેટ પર ગયો હતો..આજ સુધી તેના જેવી ભયંકર અને કદરૂપી બાઇ મેં જોઇ નથી..!!!''

    પત્ની તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે પોસીલવાળો શું કહેતો હતો..

    પતિએ કહ્યુ, ''કહે છે કે તને ઓળખે છે !!!''

પોષણહીન ગુજરાત: મુખ્યમંત્રીએ ગૃહમાં સ્વીકાર્યું, 1 લાખ બાળકો કુપોષિત

201824Feb
પોષણહીન ગુજરાત: મુખ્યમંત્રીએ ગૃહમાં સ્વીકાર્યું, 1 લાખ બાળકો કુપોષિત

દેશભરમાં ગુજરાતનું નામ વિકાસના મોડલ તરીકે પોપ્યુલર છે. જ્યારે જ્યારે વિકાસની વાત કરવામાં આવે ત્યારે ગુજરાતનો ઉલ્લેખ અચૂક થાય છે.

જોકે વાસ્તવિકતા કંઈક જુદી છે. તાજેતરમાં આવેલા રાજ્યના કુપોષણના આંકડાઓ વિકાસની પોલ ખોલનારા સાબિત થયા છે. રાજ્યમાં કુપોષણ ના હોવાનો સરકારનો દાવો પોકળ સાબિત થઈ ગયો છે.

રાજ્યભરમાં કુલ 1 લાખ 5 હજાર 938 બાળકો કુપોષિત હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. રાજ્યમાં સૌથી વધુ કુપોષણ વડોદરા જિલ્લામાં જોવા મળે છે. વડોદરામાં સૌથી વધુ 7625 બાળકો કુપોષિત છે, જ્યારે બોટાદ જિલ્લામાં સૌથી ઓછા 489 બાળકો જ કુપોષિત છે

 

source: divyabhaskar

વડોદરા/Vadodara,દાહોદ/Dahod,અહમદાબાદ/Ahmedabad,રાજકોટ/Rajkot,View : 269

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • ખીલખીલાટ હસતું બાળક મોટું થતાજ હસવા નું ભૂલી જાય છે, નક્કી આપણી સમાજ વ્યવસ્થા માં કઈક ખામી રહેલ છે.