પોરબંદર સરકારી હોસ્પિટલોમાં ડોકટરની નિમણૂંકમાં વિલંબ

201720Apr
પોરબંદર સરકારી હોસ્પિટલોમાં ડોકટરની નિમણૂંકમાં વિલંબ

પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ તથા લેડી હોસ્પિટલોમાં ડોકટરોની અછત પ્રશ્ને શરૃ થયેલા અચોક્કસ મુદ્દતનાં ધરણામોં અસંખ્ય લોકો જોડાઇ રહ્યા છે.

ત્રણ દિવસ થવા છતાં નિંભર તંત્ર જાગતું નથી. તેથી તંત્રની નીતિ સામે લોકોનો આક્રોશ વધતો જાય છે. શહેરની બન્ને સરકારી હોસ્પિટલોમાં વર્ષોથી કાયમી ડોકટરોની નિમણૂંક થતી હોવા છતાં કોઇ રહેતા નથી. બદલી કરાવીને અથવા રાજીનામું મુકીને ચાલ્યા જાય છે.

જેથી, ગંભીર અકસ્માત, પ્રસુતિ જેવા કિસ્સામાં અનેક લોકો - મહિલાઓ સારવારનાં અભાવે મોતને ભેટયા છે.આ અંગે વારવારની રજૂઆત છતાં ડોકટરોની નિમણૂંક થતી નથી ત્યારે ઓ.બી.સી. સમર્થન સમિતિ દ્વારા હોસ્પિટલનાં તંત્ર સામે અચોક્કસ મુદ્દતનાં ધરણા - આંદોલન યોજાઇ રહ્યા છે.

સરકારી દવાખાનામાં છેલ્લા ઘણા વર્ષોથી કાયમી સિવિલ સર્જન કે અન્ય નિષ્ણાંત એમ.ડી. કક્ષાના ડોકટર્સ નથી કે, નથી સ્ત્રી નિષ્ણાંત કે, ઓર્થોપેડીક કક્ષાના કાયમી ડોકટર્સ નથી! જેને પરિણામે દર્દીઓ હેરાન - પરેશાન થાય છે.

દર્દીને તુંરત જ રાજકોટ, જામનગર કે અમદાવાદ લઇ જવાનું કહેવામાં આવે છે. અથવા ખાનગીમાં હોસ્પિટલમાં દાખલ કરવાનું કહે છે. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા દર્દીઓની તાકાત નથી.

આ પરિસ્થિતિમાંથી પ્રજાજનોને ઉગારવા માટે સરકારી હોસ્પિટલોમાં તમામ ક્ષેત્રના નિષ્ણાંત કાયમી ડોકટરની નિમણૂંક થાય તે જરૃરી છે. સરકારમાં વારંવારની રજૂઆત છતાં પરિણામ શૂન્ય આવતા સરકારી ભાવસિંહજી હોસ્પિટલ - પોરબંદર મથકે અચોક્કસ મુદતનાં પ્રતિક ઉપવાસ શરૃ કરવામાં આવ્યા છે.

કેમ કે, પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં આજુબાજુનાં ૧૦૦ કિ.મી.માંથી દર્દીઓ આવે છે અને નિરાશ થઇ દુઃખી થાય છે ત્યારે આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની પણ તૈયારી બતાવી છે.

 

soource: gujaratsamachar

પોરબંદર/Porbandar,View : 631

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદગતિ પામે છે.