અક્કલ…..

 • સફેદ પતિ

  એક બેન એ બીજી બેન ને પૂછે કે તારો પતિ તો પહેલા કાળો હતો હવે સફેદ કેમ થઇ ગયો
  તો પહેલા બેન બોલ્યા મારા પતિ પહેલા કોલશા ની ખાણ માં કામ કર તો હતો હવે તેની લોટ ની ઘંટી છે

પોરબંદર રેલવે સ્ટેશને માછલીના પાર્સલને લીધે અતિ દુર્ગંધ, ગંદકી

201730Mar
પોરબંદર રેલવે સ્ટેશને માછલીના પાર્સલને લીધે અતિ દુર્ગંધ, ગંદકી

પોરબંદર રેલવે સ્ટેશને માછલીઓના પાર્સલને લીધે પ્લેટફોર્મ અને કમ્પાઉન્ડમાં ગંદુ પાણી ફેલાવાની સાથે અતિ દુર્ગંધ પણ આવતી હોઈ મુસાફરોને મુશ્કેલી પડી રહી છે.

પોરબંદર રેલ્વે સ્ટેશન પર વિવિધ પ્રશ્નો જેવા કે પોરબંદર રેલવે સ્ટેશન પરથી મોટે ભાગે જે પાર્સલ બુક થાય છે તેમાં નિકાસ થતી માછલીઓ મુખ્યત્વે રહે છે.

આ પાર્સલના બોક્સ સ્ટેશનમાં પ્રવેશ વખતે સામે આવેલા સ્થળે જ ખડકલા થયેલ જોવા મળે છે જેને કારણે બોક્સમાં રહેલો બરફ ઓગળી અને તેનું બદબુદાર પાણી ચોતરફ કમ્પાઉન્ડમાં ફેલાતું રહે છે જેથી તિવ્ર દુર્ગંધ અને અસહ્ય ગંદકીનો અને આ જૈવીક કચરાને કારણે ઉદભવતા અનેક રોગનો ભોગ યાત્રીઓ બને એવી શક્યતાઓ નિર્માણ થઈ રહી છે.

આ અંગે પાર્સલ બુકીંગ સુવિધા તથા પાર્સલ રાખવાનું સ્થળ સ્ટેશનની પશ્ચિમ તરફના છેડે પ્લેટફોર્મ પર જે કાંઈ જરૃરીયાત હોય તે મુજબની કાયમી વ્યવસ્થા ઉભી કરી ફેરવવા અને બાદમાં સફાઈ વ્યવસ્થાનું આયોજન કરી આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા માંગ ઉઠી છે.

તથા રખડતા ભટકતા ગાય ખૂટીયાઓ પણ અવારનવાર યાત્રિકોને હેરાન કરે છે માટે તે અંગે પણ યોગ્ય પગલાંની માંગ કરાઈ છે. આ ઉપરાંત રેલવે સ્ટેશને સ્ટાફ સાથે સાંઠગાંઠ કરી કાળાબજારીયાઓ દ્વારા બુકીંગ વિન્ડોએથી લાંબા અંતરની ટિકિટો બુક કરવા લાઈન લગાવાય છે.

તાકિદે સીસી ટીવી કેમેરા હેઠળ બુકીંગ વિન્ડોને આવરી લઈ ફુટેજ મેળવી આવા તત્વો સામે કાર્યવાહી કરવા પોરબંદર કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે.

 

source: gujaratsamachar

પોરબંદર/Porbandar,View : 638

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ભૂલ નો બચાવ કરતા ભૂલ ની કબુલાત કરવા માં બહુ ઓછો સમય લાગે છે.