અક્કલ…..

 • શાદી…

  એકવાર ૧ વિદેશી ૧ સરદારજી ને કહે હમારે યહા તો શાદી ઈ-મૈલ સે હોતી હે….

  તો સરદારજી કહે હમારે યહા તો શાદી ફીમૈલ સે હોતી હે

   

   

પોરબંદર: આ વાડીમાં વરસાદ પડતાં જ થાય છે 50 ફૂટ ઊંચા ફૂવારા

201701Jul
પોરબંદર: આ વાડીમાં વરસાદ પડતાં જ થાય છે 50 ફૂટ ઊંચા ફૂવારા

પોરબંદર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે વાડી-ખેતરો છલોછલ બન્યા છે ત્યારે કુતૂહલભરી એક ઘટના સામે આવી છે. અડવાણા ત્રણ પાટીયા નજીક એક ખેડૂતની વાડીમાં જ્યારે પણ મેઘરાજા કૃપા કરે છે ત્યારે જમીનમાંથી એકાએક 50થી 60 ફૂટ ઉંચો ફૂવારો થાય છે. જ્યારે વરસાદ બંધ થાય છે ત્યારે તરત જ આ ફૂવારો બંધ થઈ જતો હોવાનું ખેડૂતે જણાવ્યું હતું.

અડવાણા વિસ્તારમાં આજે સવારે વરસાદ પડવાનું શરૂ થતાં જ રામદે દેવા કારાવદરા નામના ખેડૂતની વાડીમાં 50થી 60 ફૂટ ઉંચો ફૂવારો થતાં ખેડૂત પણ અચંબામાં પડી ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં આસપાસની વાડી વિસ્તારના ખેડૂતો તેમજ અડવાણા ગ્રામજનો પણ આ નજારો જોવા માટે ઉમટી પડ્યા હતાં. જમીનના પેટાળના ભાગેથી કોઈ પાઈપલાઈન પણ પસાર થતી નથી તેમ છતાં જમીનમાંથી એકાએક ક્યા કારણોસર પાણીના ફૂવારા છૂટી રહ્યા છે. જેને લઈને લોકોમાં ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ચોમાસાના સમયમાં અડવાણા વિસ્તારમાં ભેદી ધડાકા શરૂ થયા હતાં. પેટાળમાં થતી હલચલને લઈને આ ખેડૂતની વાડીમાં વરસાદ પડતાની સાથે થઈ રહેલા ફૂવારાને લઈને અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

અડવાણા ગામે 50 ફૂટ ઉંચા પાણીના ફૂવારા થતા હતા ત્યાં જુનો બોર મળ્યો પોરબંદર તાલુકાના અડવાણા ગામે સીમ વિસ્તારમાં એક ખેડૂતની વાડીમાં વરસાદ થતા જ 50 થી 60 ફૂટ ઉંચા પાણીના ફૂવારા શરૂ થઈ જતા હતા જેને લઈને ભારે કુતૂહલ સર્જાયું હતું, સતત 2 દિવસથી આ ઘટના બની રહી હતી અંતે આ વાડીના માલિક રામદેભાઈ કારાવદરા અને તેમના ભાઈ પ્રશાંતભાઈએ જે સ્થળેથી પાણીના ફૂવારા છૂટી રહ્યા છે ત્યાં 2 ફૂટ ઉંડુ ખોદતા ત્યાંથી વર્ષો જુનો બોર મળી આવ્યો હતો.

પ્રશાંતભાઈના જણાવ્યા અનુસાર જ્યારે ખોદકામ કર્યું ત્યારે બોર મળ્યો અને તેમાંથી સતત હવાનું દબાણ હોય તે પ્રકારે હવા પણ બહાર નીકળતી હોય તેવી અનુભૂતિ થઈ રહી હતી.

 

source: divyabhaskar

પોરબંદર/Porbandar,View : 572

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • માણસ જ્યાં સુધી શાંત મગજથી વિચારતો નથી ત્યાં સુધી ગુંચવણોમાંથી બહારનીકળી શકતો નથી.