અક્કલ…..

  • બાપુ ગયા બેંક

    મેનેજર - નોટ ફાટેલી છે નહી ચાલે બીજી આપો
    બાપુ - હુ મારા ખાતામાં જમા કરાવું છુ એમા તારે શુ ?

પોરબંદરમાં દિવ્યાંગ ગાયક કલાકારે વ્યાજખોરોનાં ત્રાસથી ઝેર ગટગટાવ્યું

201727Mar
પોરબંદરમાં દિવ્યાંગ ગાયક કલાકારે વ્યાજખોરોનાં ત્રાસથી ઝેર ગટગટાવ્યું

પોરબંદરમાં દિવ્યાંગ ગાયક કલાકારે વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી ઝેરી દવા પીધી હોવાથી બે વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મકાન માટે ચાર લાખ રૃપિયા લેતાં વ્યાજખોરોએ ૧૦થી ૪૦ ટકા જેવું તગડું વ્યાજ અને પેનલ્ટી વસુલ્યા બનાવની વિગત એવી છે કે, પોરબંદરમાં જુદા જુદા નવરાત્રી મહોત્સવમાં દિવ્યાંગ ગાયક કલાકાર જગદીશ સકરાભાઈ મકવાણા ગીતો ગાઈને પરિવારનું પેટીયું રળતો હતો.

બોખીરાનાં જનકપુરી સોસાયટી વિસ્તારમાં રહેતા આ યુવાને ઝેરી દવા પી લેતાં સારવાર માટે તેને સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જ્યાં તેણે પોલીસને એવું નિવેદન આપીને ફરિયાદ નોંધાવી છે કે, પોરબંદરના કડીયા પ્લોટમાં રહેતા કેયુર જગદીશભાઈ કામળ અને ઝવેરી બંગલા વિસ્તારમાં રહેતા સાવન ભુરાભાઈ આહીર પાસેથી તેણે મકાન ખરીદવા માટે ૪ લાખ રૃપિયા વ્યાજે લીધા હતા.

૧૦ ટકાના વ્યાજે લીધેલી રકમ પૈકી દોઢ લાખ ચુકવાઈ ગયા હતા પરંતુ પેનલ્ટી અને ૪૦ ટકા જેટલું તગડું વ્યાજ વસુલવામાં આવતું હતું અને ધાકધમકી આપી આ દિવ્યાંગ ગાયક કલાકારને હેરાન કરવામાં આવતો હતો. આથી વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળીને તેણે વિષપાન કરી લીધું હતું. વધુ તપાસ પીએસઆઈ પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

 

source: gujaratsamachar

પોરબંદર/Porbandar,View : 200

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The first step before anyone else in the world believes it is that you have to believe it.Will smith