પોરબંદરમાં ગાંધીજીના જન્મના જૂના ઘરે દશાવતારના દુર્લભ ચિત્રોને નુકસાન

201701May
પોરબંદરમાં ગાંધીજીના જન્મના જૂના ઘરે દશાવતારના દુર્લભ ચિત્રોને નુકસાન

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જ્યાં ગાંધીજીના જન્મનું જુનુ મકાન છે તેના ત્રીજા માળે દુર્લભ કરી શકાય તેવા દશાવતારના ચિત્રો દિવાલ ઉપર દોરેલા છે.

પરંતુ કેટલાક પ્રવાસીઓ તેને નુકસાન પહોંચાડતા હોવાથી આ રૃમને બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે એ દિવાલ ઉપર ચિત્રોના ફોટોગ્રાફ્સ લઇને લેમીનેશન કરી નીચેના પરીસરમાં મુકવામાં આવે તો સૌ લાભ લઇ શકે તેવી માંગણી ગાંધીવાદીઓ દ્વારા ઉઠાવવામાં આવી છે.

પોરબંદરમાં ગાંધી જન્મસ્થળે દરરોજ અઢીથી ત્રણ હજાર પ્રવાસીઓ ફરવા આવે છે પરંતુ કિર્તિમંદિર સંકુલમાં આવેલ ગાંધીજીનો જન્મ થયો તે જુના મકાનમાં ૨૨ ઓરડામાંથી દશાવતારવાળા ચિત્ર જે રૃમમાં છે તેને તાળુ મારી દેવામાં આવ્યું છે.

રાષ્ટ્રપિતાનું જન્મસ્થાન એ પ્રવાસીઓ માટે આસ્થાનુ કેન્દ્ર બિન્દુ છે અને તેથી દેશ-વિદેશના પ્રવાસીઓ પોરબંદરમાં ફરવા માટે આવે ત્યારે ગાંધીજીના જન્મસ્થળે જઇને અચૂક બાપુને શીશ નમાવે છે. કેન્દ્ર સરકારના પુરાતત્વખાતા હસ્તકના ગાંધીજીના જન્મના જુના મકાનમાં કુલ ૨૨ ઓરડાઓ આવેલા છે.

જેમાં ત્રીજા માળે એક ઓરડમાં દશાવતારના ચિત્રો દિવાલમાં દોરેલા છે. પોરબંદરના ઇતિસાહવિદે જણાવ્યું કે કિર્તિમંદિર પાસેનું ગાંધીજીના જન્મસ્થાનવાળુ મકાન ૧૮૩૦માં બન્યું. જેમાં સુધારા-વધારા થયા કર્યા છે. આ જ સમયનું ત્રીજું મકાન કસ્તૂરબાના પિયરનું છે. આ ત્રણે નિવાસસ્થાનોમાં દશાવતાર અને સુશોભનચિત્રો આવેલા છે.

આ બધા જ ચિત્રો ઓગણીસમી સદીના અંત ભાગના છે. કસ્તૂરબાના ઘરમાં ફુલવેલ અને પોપટ જેવા પક્ષીઓ, ગાંધી જન્મસ્થળના દશાવતારના રેખાંકનો અને દરબારગઢમાં રાજકારણીઓના ભીંતચિત્રો, હાલ પોરબંદરમાં સચવાયેલા સૌથી જુના ચિત્રો છે. ત્રીજે માળે જે ઓરડામાં તાળુ મારી દેવાયું છે તે ઓરડાની દિવાલમાં ચુનાનું પ્લાસ્ટર ફરી ગેરુથી રેખાચિત્રો બનાવાયા છે.

વર્ષો પહેલા ભગવાન શ્રી કૃષ્ણ અને પરશુરામ સહિત દશેદશ અવતારના આ કલાત્મક ચિત્રો નિહાળવાલાયક છે. ગાંધીજીના જન્મના જુના મકાનમાં જયાં દશાવતારના ચિત્રો આવેલા છે તે ત્રીજા માળે એ રૃમને સ્થાનિક કર્મચારીઓ આ પ્રકારે શા માટે તાળા મારી દે છે ? તેવો સવાલ અહી આવતા દેશ-વિદેશના પ્રવાસીઓએ ઉઠાવતા એવું જાણવા મળ્યું છે કે અગાઉ ચિત્રોને નુકસાન પહોંચાડયું છે તેથી રૃમ બંધ કરી દેવાયો છે.

પરંતુ પ્રવાસીઓ એવો સવાલ ઉઠાવે છે કે, આ અદ્દભૂત ચિત્રો લોકો નિહાળી શકે અને લોકો તેને નુકસાન કરે નહી તે માટે તેની આજુબાજુના ફેન્સીંગ અથવા આડસ રાખી શકાય છે.

બધા પ્રવાસીઓ નુકસાન પહોંચાડતા નથી. તેથી પુરાતત્વ ખાતાની આ નીતિ વ્યાજબી નથી. તે ઉપરાંત અન્ય પણ એવું સુચન થયું છે કે ચિત્રોના ફોટા પાડીને લેમીનેશન કરી નીચેના પરિસરમાં પ્રદર્શન માટે રાખી શકાય તેમ છે.

કર્મચારીના અભાવે પ્રવાસીઓને હેરાનગતિ પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો તે જુના મકાનમાં દરરોજ અંદાજે ૩૦૦૦ જેટલા પ્રવાસીઓ મુલાકાતે આવે છે. કીર્તિમંદિર સંકુલમાં જ આવેલા આ મકાનમાં ૨૨ ઓરડા અને ૩ માળ છે.

જની જાળવણી અને દેખરેખ માટે કેન્દ્ર સરકારના પુરાતત્વખાતા દ્વારા એમ.ટી.એસ. એટલે કે એમ્યુમેન્ટ સિનીયરની પોસ્ટ માટે એક જ કર્મચારી છે. તેથી કેન્દ્ર સરકારના પુરાતત્વ ખાતાએ ગાંધી જન્મસ્થાને દેખરેખ માટે વધુ કર્મચારીઓની ભરતી કરવી જોઇએ.

 

source: gujaratsamachar

પોરબંદર/Porbandar,View : 198

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • The first step before anyone else in the world believes it is that you have to believe it.Will smith