પોરબંદરના શીશલીમાં જૂના મનદુઃખમાં સશસ્ત્ર મારામારી, યુવાનની ક્રૂર હત્યા

201728Mar
પોરબંદરના શીશલીમાં જૂના મનદુઃખમાં સશસ્ત્ર મારામારી, યુવાનની ક્રૂર હત્યા

પોરબંદરની શીશલી ગામે જુના મનદુઃખમાં થયેલી મારામારીમાં યુવાનની હત્યા થતા ચકચાર વ્યાપી છે. મોત પોકારતું હોય તેમ યુવાન રાજકોટથી બે દિવસ પહેલાં જ આવ્યો અને જીવ ગુમાવ્યો હતો.

બનાવ અંગે સામસામી ફરીયાદ નોંધાવાઈ છે. મુળ શીશલા ગામનો તથા છેલ્લા કેટલાક સમયથી રાજકોટ રહેતો કરશન નાથા ઓડેદરા (ઉ.વ.૪૫) બે દિવસ પહેલાં જ વતન આવ્યો હતો અને ગત રાત્રે તે શીશલી ગામે ચોકમાંથી રાત્રે ૧૦-૩૦ વાગ્યે નીકળ્યો ત્યારે અગાઉ ૧૦ વર્ષ પહેલાં થયેલી મારામારીનું મનદુઃખ રાખીને ભીમા ખીમા મોઢવાડીયા તથા તેના બે પુત્રો રામા અને રાજુ લાકડી, પાઈપ અને ધારીયા વડે કરશન નાથા ઉપર તૂટી પડયા હતા. મારામારીના આ બનાવમાં કરશન સાથે રહેલ હરદાસ અરભમ ઓડેદરા વચ્ચે પડતા તેને પણ માર મારવામાં આવ્યો હતો.

સામસામા ધમાલ થતા બન્ને પક્ષે લાકડી પાઈપ ઉડયા હતા. ગંભીર રીતે થયેલી આ મારામારીમાં રાજકોટથી આવેલા કરશન ઓડેદરાનું મોત નિપજ્યું હતું જ્યારે બન્ને પક્ષે અમુક લોકો ઘાયલ થયા હતા. બનાવની જાણ થાં બગવદરના પી.એસ.આઈ. સંતોકબેન ઓડેદરા સહિત કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘવાયેલાઓને સારવાર અર્થે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલે ખસેડાયા હતા.

જ્યારે મૃતદેહને પી.એમ. માટે લવાયો હતો. આ બનાવમાં સામસામી ક્રોસ ફરિયાદ નોંધાઈ છે જેમાં ભીમા ખીમા મોઢવાડીયાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, હરદાસ અરભમ અને કરશન નાથા ઓડેદરાએ જુના મનદુઃખને લીધી હુમલો કરીને માર માર્યો હતો.

સામાપક્ષે હરદાસ અરભમ ઓડોદરાએ કરશન નાથાનું મોત નિપજાવવા બદલ ભીમા ખીમા મોઢવાડીયા તથા તેના બે પુત્રો રામા અને રાજુ સામે ફરિયાદ નોંધાવી છે. મૃતક ૮ ભાઈઓમાં ૫ માં નંબરનો હોવાનું જાણવા મળ્યું છે. મરણ જનારના ઘર પાસેથી એક બાઈક પણ કબ્જે કરવામાં આવ્યું છે. વધુ તપાસ બગવદર પોલીસે હાથ ધરી છે.

 

source: gujaratsamachar

પોરબંદર/Porbandar,ગુનો/Crime,View : 778

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મનની શાંતિ અનુકુળ પરિસ્થિતિઓ દ્વારા નહી પરંતુ આંતરિક પરિવતર્ન દ્ધારા પ્રાપ્ત કરવી જોઈએ.