પેટ્રોલ-ડિઝલના ભાવને લઇને આવી ગયા એકદમ અગત્યના સમાચાર, જાણવા કરો ક્લિક

201724Sep
પેટ્રોલ-ડિઝલના ભાવને લઇને આવી ગયા એકદમ અગત્યના સમાચાર, જાણવા કરો ક્લિક

પેટ્રોલ-ડિઝલના સતત વધતાં ભાવથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયાં છે ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ-ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ ચીજોને જીએસટીના દાયરામાં લાવવાની બાબતને જીએસટી કાઉન્સિલ તથા રાજ્યો ઉપર ઢોળી હાથ ખંખેર્યાં છે.

કેન્દ્રીય મંત્રીને શનિવારે ગાંધીનગર તાલુકાના ઈસનપુર મોટા ગામે એલપીજી પંચાયતના કાર્યક્રમ બાદ પેટ્રોલિયમ પેદાશો ઉપરનો વેરો ઉઘરાવવાની સત્તા રાજ્યોને સોંપાયેલી છે તે સત્તા પાછી ખેંચી લઈ આ ચીજો જીએસટી હેઠળ લાવી ભાવ ઘટાડો કરવા બાબતે પૂછાયું હતું.

કેન્દ્રીય મંત્રીએ આ સંબંધમાં કહ્યું કે અમે જીએસટી કાઉન્સિલને આ વિષયમાં સૂચવ્યું છે કે, જેમ બધા વેરાઓને જીએસટી હેઠળ લવાયા તેમ પેટ્રોલ-ડિઝલ સહિતની પેટ્રોલિયમ ચીજોને પણ જીએસટી હેઠળ લાવવી જોઈએ, પરંતુ આ બાબતમાં સમસ્યા છે, રાજ્યોના હક્કો જબરજસ્તીથી છીનવી ના શકાય, રાજ્યો જો આ બાબતે સહકાર આપે તો પેટ્રોલિયમ પેદાશો જીએસટી હેઠળ આવી શકે.

પેટ્રોલ-ડિઝલના વધતાં ભાવો બાબતે એમણે જણાવ્યું કે, અમેરિકામાં પેટ્રોલિયમ રિફાઈનરીઓની ઉત્પાદકતા 13 ટકા વધી છે, આપણે ત્યાં છેલ્લાં એક અઠવાડિયાથી ભાવો સ્થિર થયાં છે અને આશા છે કે, ભાવ ધીરેધીરે ઘટશે. એમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, પેટ્રોલિયમ ચીજોના ભાવ કેન્દ્ર સરકાર નક્કી કરતી નથી, પણ આંતરરાષ્ટ્રીય ભાવ પ્રમાણે તેમાં વધઘટ થતી રહી છે.

 

source: sandesh

ધંધો, વ્યવસાય/Business,ગાંધીનગર/Gandhinagar,View : 552

    Comments

    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સેવા કરવા માટે પૈસાની જરૂર નથી. જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાનીવિનોબા ભાવે