અક્કલ…..

  • નવો બોલ!

    પાકિસ્તાનના સ્પીન બોલર શકલીન મુસ્તાકે લગ્ન કર્યા તો પહેલી રાતે તે ખુબ નર્વસ હતો. પણ જેમ તેમ તેણે રાત પસાર કરી નાખી.

    જો કે તેને થોડા દિવસોમાં ખયાલ આવી ગયો , કે તેની વાઇફના આ ત્રીજા લગ્ન છે. તેથી તે ખુબ નારાઝ થયો કે તેની સાથે દગો થયો છે. વિરોધી ટીમ સામે જેમ જુસ્સા સાથે આવે તેમ ગુસ્સામાં તે વાઇફ પાસે ગયો. અને ગુસ્સા અને દુખ સાથે બરાડ્યો,

    ''તેં મને દગો દીધો ??? આ તારા ત્રીજા લગ્ન છે ? આવુ કેમ કરી શકે!! ''

    પત્નીએ એક લાફો ઝીંકીને કહ્યુ, ''મુર્ખ, તે ક્યારે જોયુ છે કે સ્પીન બોલરને નવો દડો આપવામાં આવ્યો હોય !!''

પૂરપીડિતોની વેદના: સહાય નથી જોઇતી, ઘરોમાંથી પાણી કાઢી આપો

201704Aug
પૂરપીડિતોની વેદના: સહાય નથી જોઇતી, ઘરોમાંથી પાણી કાઢી આપો

બનાસકાંઠામાં પૂર આવ્યાને 12 દિવસ થવા છતા વાવના ટડાવ ગામે હજુ ઘરોમાં પાણી એટલે કે છેક ઓરડાઓમાં પાણી ભરાયેલ પડ્યા છે. લોકો ભયાનક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

‘ટડાવ ગામની મહિલાઓ સહાય નથી જોઇતી અમારા ઘરોમાંથી પાણી કાઢો, પૈસા અમે આપીશું’ તેવું કહી રહી છે. આમ છતાં પણ આજદિન સુધી વહિવટીતંત્ર ફરક્યું નથી ખુદ ભાજપ પ્રમુખના ગામની આવી દશા છે.

ગામમાં 12 દિવસથી પાણી ભરાયા વાવના ટડાવ ગામમાં પૂરના પાણી ઢીંચણસમા પડ્યા છે. તેમજ ઘરોમાં પાણી ભરાયેલ પડ્યા છે. લોકો ઘરો છોડી બહાર રહેવા ગયા છે તો ધણા લોકો પાણી ભરાયેલ ઘરોમાં ઘરવખરી લઇ બેઠા છે.

વહિવટીતંત્રને જાણ કરવા છતાં આ લખાય છે ત્યાં સુધી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નાયબ કલેક્ટર કે કોઇ નેતા ફરક્યા નથી. ગામમાં 12 દિવસથી પાણી ભરાયેલ હોઇ દુર્ગંધ મારે છે.

લોકોએ ઘરો છોડી રોડ પર આશરો લીધો રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઇ રહી છે. સતત પાણીમાં ચાલવાથી લોકોના પગ પણ પાકી ગયા છે. કેટલાય લોકોએ ઘરો છોડી રોડ પર આશરો લીધો છે.

ટડાવ ગામમાં આવેલ શાળા અને સરકારી દવાખાનામાં પણ ઢીંચણસમા પાણી પડ્યા છે. જેથી દવાખાનું બીજી જગ્યાએ લઇ જવાયું છે. ટડાવ ગામ રાજયમંત્રી શંકરભાઇ ચૌધરી અને વાવ તાલુકા ભાજપ પ્રમુખ નાગજીભાઇ પટેલનું ગામ છે છતાં કોઇ અધિકારી કે નેતા ફરકતા નથી.

 

source: divyabhaskar

બનાસકાંઠા/Banaskantha,View : 668

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સંસારરૂપી કટુ વ્રુક્ષનાં અમૃત સમાન બે ફળ છે:એક તો પ્રિય વચન અને બીજું સજ્જનોની સોબત.