અક્કલ…..

  • જેની પાસે જે ન હોય તે જ ગમે

    ટીચરે સ્ટૂડન્ટને પુછ્યું...એક તરફ પૈસા છે અને બીજી તરફ બુદ્ધિ છે.તમે શું પસંદ કરશો?
    સ્ટૂડન્ટ- પૈસા.
    ટીચર- ખોટી વાત. હું હોત તો હું તો બુદ્ધિ જ પસંદ કરત.
    સ્ટૂડન્ટ- મેડમ, એ તો જેની પાસે જે વસ્તુ ન હોય તે જ તે પસંદ કરે ને...

પિતૃજનોનું પુનિત પર્વ શ્રાધ્ધ પક્ષ શ્રાધ્ધા થી થાય તે જ શ્રાધ્ધ

201622Sep
પિતૃજનોનું પુનિત પર્વ શ્રાધ્ધ પક્ષ શ્રાધ્ધા થી થાય તે જ શ્રાધ્ધ
શ્રી મદ્ભગવદ્ગીતાજીમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે ' જાતસ્યહિ ધ્રુવો મૃત્યુ ' એટલે કે આ જગતમાં જે જન્મધારણ કરે તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે. પ્રત્યેક જીવ પોતાના જન્મથી નહી પરંતુ કર્મથી મહાન બને છે.
 
આયુષ્ય અને પ્રારબ્ધ પૂર્ણ થતાં તે જીવાત્મા નશ્વર દેહના સ્થૂળ- નિજકર્માનુસાર તેની આગળની ગતિ નકકી થાય છે. પરંતુ એટલુ ચોક્કસ કહી શકાય છે જે ભરત ખંડમાં જન્મ લેવા માટે સ્વર્ગીય દેવતાઓ ઝંખના કરતાં હોય ત્યાં જન્મ મળે તેજ જીવાત્માનું પરમ અહો ભાગ્ય છે. પછી તે પોતેજ પોતાનો ભાગ્ય વિધાતા બને છે.
 
શરીર ત્યાગીને જનાર સ્વજનતે પિતૃજન કહેવાય છે. જેની સાથે આપણું ઋણાનુબંધ જોડાયેલું હોય છે. તે ઋણને અદા કરવાની આપણી પવિત્ર ફરજ છે. અને તે માટે ભાદરવા સુદ પૂનમથી લઈને ભાદરવા વદ અમાસ સુધીના સોળ દિવસોને શ્રાધ્ધપક્ષ કહેવાય છે. જે સદ્ગતનું જે તિથિએ નિર્વાણ થયું હોય તે તિથિએ તેનું સ્મરણ કરી અને તે નિમિતે પવિત્રતીર્થકે નદી કિનારે વિદ્વાન વિપ્રદેવ દ્વારા પિતૃતર્પણ ત્યાર બાદ કાગવાસ, ગૌ ગ્રાસ, શ્વાનભાગ, બ્રહ્મભોજન, પવિત્રગ્રંથોનો પાઠ, અશ્વત્થવૃક્ષ અને હરિપ્રિયા તુલસીજીને જળસિંચન કરવામાં આવે છે.
 
આ બધું જ સત્કર્મ શ્રધ્ધાથી થાય ત્યારે જ તેનું ફળ જે તે પિતૃજનના દિવ્યાત્માને તેની જે-તે યોનિમાં કન્વર્ટ થઈ અને પહોંચે છે. પિતૃજનોના અદૃશ્ય આશિર્વાદ તેના બાળકોને અવશ્ય પ્રાપ્ત થાય છે.
 
જે પોતાના પિતૃઓને યાદ નથી કરતાં તેની આગળની પેઢીના બાળકો તેમનું પણ વિસ્મરણ કરે છે. તેથી સંત શ્રી ' પુનિત'   મહારાજ કહેતાં કે  
સંતાનથી જો સેવાચજ્ઞાો સંતાન છો સેવા કરો જેવુ કરો તેવુ ભરો એ ભાવના ભૂલશો નહી ધન ખરચતાં મળશે બધું માતા-પિતા મળશે નહી. પલ પલ ' પુનિત' એ ચરણની ચાહના ભૂલશો નહી.'
 
આ સૃષ્ટિના સર્જક-પાલક અને વિસર્જક આદિનારાયણ પરમાત્મા મૂળ પુરૃષ હોઈ તેજ સૌ પિતૃના પણ પરમ પિતા છે. તેથી શાસ્ત્રોમાં કહયુ છે.
 
વાસનાદ વાસુદેવસ્ય વાસિતંભુવન ત્રયમ્ ।
સર્વભૂતે નિવાસોસિ વાસુદેવ નમો સ્તુતે ।।
ટૂંકમાં કહીએ તો ' શ્રધ્ધાથી થાય તેજ શ્રાધ્ધ'

source: gujaratsamachar

આધ્યાત્મિક/Spiritual,View : 1061

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The first step before anyone else in the world believes it is that you have to believe it.Will smith