અક્કલ…..

 • બિચારો સંતા

  લેડીઝથી ભરેલી બસનું એક્સીડેંટ થતા બધી સ્ત્રીઓ મરી ગઈ.
  બધાના પતિ એક કલાક સુધી રડતા રહ્યા.
  સંતા એકલો એવો હતો જે બે કલાક સુધી રડતો રહ્યો છતા તેના આંસુ થમતા નહોતા..
  કારણ કે તેની પત્નીની બસ છૂટી ગઈ હતી

પિતા દિકરાના એડમિશન માટે ગયા‘ને પુત્રએ બંને હાથની નસો કાપી પંખે લટકી કર્યો આપઘાત

201724May
પિતા દિકરાના એડમિશન માટે ગયા‘ને પુત્રએ બંને હાથની નસો કાપી પંખે લટકી કર્યો આપઘાત

પાલનપુર ગોબરી રોડ ઉપર રહેતા એક શિક્ષકના પુત્રને મંગળવારે જાહેર થયેલા ગુજકેટના પરિણામમાં ઓછા ટકા આવતા પોતાના મકાનના બીજા માળે હાથની બન્ને નસો કાપી નાખી અને પંખે લટકી જીવન ટુંકાવી દેતા ચકચાર મચી ગઇ હતી.

પોતાના વ્હાલસોયા પુત્રના મોતને લઈ માતાના હૈયાફાટ રૂદને સૌની આંખો ભીની કરી દીધી હતી. નોંધનીય છે કે મૃતક છાત્રને ધો.માં 66 ટકા આવ્યા હતા.

મૌલિકને ધો.12 સાયન્સમાં 66 ટકા આવ્યા હતા પાલનપુર ગોબરી રોડ ઉપર આવેલ ચંદ્રલોક સોસાયટીમાં રહેતા અને સુઇગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કમલેશભાઇ ચૌહાણનો પુત્ર મૌલિક પાલનપુર ડેરી રોડ ઉપર આવેલ એસએસગોવિંદા હાઇસ્કુલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો.

મંગળવારે સવારે ગુજકેટનું પરિણામ જાહેર થયું હતું. જેમાં મૌલિકને ઓછા ટકા આવતા હતાશ થઇ ગયો હતો. પરિણામ આવ્યાના થોડા કલાકોમાં મૌલિકે પોતાની જાતને બીજા માળે આવેલા રૂમમાં બંધ કરી લીધો હતો.

સારૂ પરિણામ નહીં આવતાં હતાશામાં ગરકાવ થઈ ગયેલા મૌલિકે પહેલા પોતાના બંને હાથે બ્લેડ મારી હાથની નસો કાપી નાખી હતી. આ પછી લોહી-લુહાણ હાલતમાં જ પંખા ઉપર ચાદર બાંધી ગળે ટુંપો બાંધી આપઘાત કરી લીધો હતો.

પુત્રને પંખે લટકેલો જોઇ માતા અવાક બની ગઇ બપોરે 12 કલાકની ઘટનાની રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાના કારણે ખબર પણ ના પડી. બપોરે માતા કોઇ કામસર પુત્રને બોલાવવા ઉપર ગયા હતા.

પણ અંદરથી દરવાજો બંધ હોવાના કારણે વારંવાર ખખડાવતા હતા. દરવાજો ન ખોલતા માતાએ પાડોશમાંથી અન્ય યુવકોને બોલાવી દરવાજો તોડી નાખતા અંદરનું દ્રશ્ય જોઇ માતા સાથે બધા જ લોકો હેબતાઇ ગયા હતા. પુત્રને પંખે લટકેલો જોઇ માતા અવાક બની ગઇ હતી. પિતા પણ બહાર હોવાથી અન્ય લોકોએ જ તેમણે ઘટના વિશે જાણ કરી હતી.

સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને લાશ પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી હતી. સાંજે લાશ પરિવારજનોને સોંપાતા આખા વિસ્તારમાં શોક છવાઇ ગયો હતો.

 

source: divyabhaskar

શિક્ષણ/Education,પંચમહાલ/Panchmahal,View : 568

  Comments

  • જ ખ18/04/2019જ ખ રાશી નામ
  • Kak18/04/2019Kak
  • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
  • Alpesh 16/04/20199979987025
  • Olakiya Amit14/04/2019Hii
  • Bhara11/04/2019Uuu
  • Kailesh. N05/04/2019મીન રાશિ name
  • અંકિત 03/04/2019💯 યયાતિ
  • અંતિમ 01/04/2019મીન રાશિ છોકરીઓના નામ જણાવો
  • Vicky Bodana01/04/2019ધન રાશિ પર નામ છોકરી ના નવા લેટેસ્ટ
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • આનંદ એક અમૃત છે, પણ તેને મેળવવા માટે મંથન કરવું જોઈએ. તેને દુખના વલણોમાંથી જ પામી શકાય છે.