અક્કલ…..

 • બબિતાનો ભાયડો !

  બબિતાને લઇને જેઠાલાલના દિમાગમાં એક જ કાંટો હતો- ઐયર. જ્યારે પણ જેઠાલાલ બબિતા સાથે વાત કરવાનો મેડ પાડવાની કોશિષ કરે, ઐયર ગમે ત્યાંથી ટપકી પડતો, અને જેઠાલાલના પ્લાન પર પાણી ફરી જતુ. તેથી ઐયરનો બદલો લેવાનું જેઠાલાલે નક્કી કર્યુ. મગજમાં, ''ક્યા કરું....ક્યા કરુ...'' વિચારતા વિચારતા, જેઠાલાલના દિમાગમાં એક આઇડિયા આવ્યો.

  એક દિવસ બબિતા અને ઐયર સોસાયટી કમ્પાઉન્ડમાં જેઠાલાલને મળી જાય છે, તો જેઠાલાલ બબિતાને કહે છે,

  ''બબિતાજી, મારે ઐયર ભાઇને 1000 રૂપિયા આપવા છે, પણ એક નાની શરત છે. હું 1000 રૂપિયા નીચે પાડીશ, અને ઐયરભાઇ તે ઉપાડે ત્યાં સુધી હું માત્ર પાછળ ટાપલી મારીશ..ઐયરભાઇને કહો, 'ભાયડા' હોય તો આવે મેદાનમાં..''

  ઐયરને લાગ્યુ આમાં જરુર જેઠાલાલની કોઇ ચાલ છે. પણ છતાય મર્દાનગીનો સવાલ હતો તેથી ઐયર વિચારમાં પડી ગયો. બબિતાએ ઐયરને કાનમાં કહ્યુ,

  ''અરે નીચેથી 1000 રૂપિયાની નોટ ઉપાડતા કેટલી વાર લાગે! હજુ જેઠાલાલ ટાપલી મારે તે પહેલાજ તમે ઉપાડી લેશો. પછી તો રૂપિયા તમારાજ છે ને. એ પણ મફતમાં. આવી નાની બાબતમાં જો તમારી મર્દાનગી લાજે તો હું કેમ જીવી શકુ. તમે હા પાડી દો. કંઇ નહી થાય.એ ટાપલી મારે તે પહેલા તો રૂપિયા તમારા હાથમાં હશે!''

  બબિતાની ઇમોશનલ અને પ્રેરણાદાયક વાણી સાંભળીને ઐયરે પણ ચેલેન્જ સ્વીકારી લીધી. જેઠાલાલ ઐયરને ઉપર ઘરે લઇ ગયો અને તેના રૂમમાં ચાલ્યા ગયા..

  અડધો કલાક રહીને ઐયર ઘરે પાછળ હાથ ઘસતો ઘસતો દુ:ખી ચહેરા સાથે આવ્યો. તે પરસેવે રેબઝેબ અને દર્દથી કણસતો હતો, અને જેઠાલાલને ગાળો ભાંડતો હતો. ''મૈ જેટાલાલકો ચોળુંગા નહી..'' કરતો બબડતો હતો..

  આશ્વર્યચકિત થઇને બબિતાએ પૂછ્યુ

  ''ઐયર આ શું થયુ ??''

  ઐયરે કહ્યુ,

  ''અરે બબિતા, જેઠાલાલે ચીટીંગ કરી છે. તે સાલાએ તો 1000ના છુટ્ટા નીચે ફેંક્યા. હું વીણતો રહ્યો, અને તે મને પાછળ તડાકા મારતો જ રહ્યો..હાય રે..બહુ દુખે છે.. ''

પારનેરામાં કારમાં દારૃ સાથે સુરતના બે ખેપીયા પકડાયા

201723May
પારનેરામાં કારમાં દારૃ સાથે સુરતના બે ખેપીયા પકડાયા

વલસાડના પારનેરા હાઈવે પર ગઈકાલે મધરાતે લોકલ ક્રાઈમ બ્રાન્ચે રૃા. ૧.૦૬ લાખનો દારૃ ભરી જતી કારને પકડી પાડી સુરતના બે ખેપિયાની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા.

લોકલ ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે ગઈકાલે મધરાતે પારનેરા હાઈવે પર ગોઠવેલી વોચ દરમિયાન સુરત તરફ જતી સેવરોલેટ કાર (નં.જીજે-૫-સીઆર-૬૭૮૫)ને અટકાવી તપાસ કરતા દમણિયા બનાવટનો દારૃનો જથ્થો મળી આવ્યો હતો.

રૃા.૧.૦૬ લાખની કિંમતની ૩૭૪ નંગ દારૃની બોટલો અને કાર મળી રૃા. ૩.૦૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપી જીજ્ઞોશ નવીનભાઈ પટેલ (રહે. કોળીવાડ, કુભારીયા, ચૌર્યાસી-સુરત) અને શૈલેષ નિકુલભાઈ પટેલ (રહે. વાવ, કામરેજ - સુરત)ની ધરપકડ કરી હતી.

દારૃનો જથ્થો દમણથી સુરત લઈ જવાતો હોવાનું બહાર આવ્યું છે. વલસાડ રૃરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

 

 

source: gujaratsamachar

સુરત/Surat,વલસાડ/Valsad,ગુનો/Crime,View : 562

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • સ્વાર્થ ભરેલા માનસ નો કદી ભરોસો ના કરવો …….