અક્કલ…..

 • આજે મૂડ નથી

  સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
  પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
  સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

પારડી હાઇવે અકસ્માતમાં સુરતના એક જ પરિવારના 5 સભ્યોનું કમકમાટી ભર્યું મોત

201715May
પારડી હાઇવે અકસ્માતમાં સુરતના એક જ પરિવારના 5 સભ્યોનું કમકમાટી ભર્યું મોત

સુરતના સોલંકી પરિવારને પારડી નજીક હાઇવે પર અકસ્માત નડતાં ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.

અકસ્માતમા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમા સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મહિલા તેનો પુત્ર કે જે કોર્પોરેશનમાં પ્યુન તરીકે ફરજ બજાવે છે તે, તેની વહુ અને એક સાત વર્ષીય પુત્રીના મૃત્યુના સમાચારથી SMCના કર્મચારીગણમાં શોકની કાલિમા ફરી વળી છે.

મુંબઈ સંબંધીને મળીને પરત ફરતા હતા સુરત અમરોલી છપરાભાઠા હાઉસિંગ બોર્ડમા રહેતા અને સુરત પાલિકામાં પ્યુન તરીકે ફરજ બજાવતા નરેશ રણછોડ સોલંકી તેની પત્ની, માતા દીકરો , દીકરી અને બે બહેનો તથા ભાણેજ મળી આઠ સભ્યો મુંબઈ થાણા સબંધીને ત્યાંથી સુરત પરત ફરી રહ્યા હતા, દરમિયાન સવારે નેશનલ હાઇવે નં. 8 પર તાલુકા સેવા સદન પારડી નજીક તેમની બીટ કાર નંબર જીજે 05 જે આર 5626નો કાબૂ કોઈ કારણસર ચાલક નરેશ સોલંકીએ ગુમાવતાં કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી અકસ્માતમાં કારનો ભુક્કો બોલાઈ ગયો હતો.

આ અકસ્માતમા નરેશ સોલંકી, પત્ની લતા, માતા ઉષાબેન અને પુત્રી ક્રીષ્ણા સોલંકીનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બંને બહેનો, ભાણેજ અને નરેશના એક પુત્રને સારવાર માટે વલસાડ સિવિલમા ખસેડાયા હતા.

 

source: divyabhaskar

અક્સમાત/Accident,સુરત/Surat,મુંબઈ/Mumbai,View : 241

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • The more you lose yourself in something bigger than yourself, the more energy you will have.Norman Peale