અક્કલ…..

  • શિક્ષક અને ચંપક

    શિક્ષક - ચંપક... બતાવ તો ભારતમાં કેટલા રાજ્ય છે ?
    ચંપક : મેડમ.. નેટ પર જોવુ પડશે, સવાર સુધી તો 28 હતા.

પાણીપૂરીમાં પાણી,પૂરી,બટેટા,ચટણી તેલ,બધુ અખાદ્ય! ૨૨૦૦ કિ.નો નાશ

201708Mar
પાણીપૂરીમાં પાણી,પૂરી,બટેટા,ચટણી તેલ,બધુ અખાદ્ય! ૨૨૦૦ કિ.નો નાશ

રાજકોટમાં સ્વાદપ્રેમીઓ દ્વારા છૂટથી ખવાતી પાણીપૂરીનું આજે મનપાના આરોગ્ય વિભાગે લાંબા સમય બાદ ચેકીંગ કરતા જનઆરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હોવાનું બહાર આવ્યું છે.

મનપાએ જાહેર કર્યા મૂજબ ચેકીંગમાં પૂરી તળવાનું તેલ, મીઠું-લીલુ વગેરે મસાલેદાર પાણી, ચટણી, બાફેલા બટેટા-ચણા, મોટી માત્રામાં અખાદ્ય મળી આવતા તેનો નાશ કરાયો હતો અને ૧૨૮ને નોટિસ ફટકારાઈ છે.

ઘણા સમયથી કાગળ પર સક્રિય ફૂડ ખાતાને નક્કર કામગીરી માટે કમિશનરે આદેશ કરતા શહેરના ભગવતીપરા, જયપ્રકાશનગર, રૈયાધાર, બેડીપરા, ખોડીયારપરા, નંદનગર, ખોડીયારનગર, હૂડકો, મવડી, સહિતના સ્થળે મોટાભાગે અખાદ્ય હોય તેવી પૂરી બને છે જે લોકો હોંશે હોંશે આરોગે છે. મનપા સૂત્રો અનુસાર ઉત્પાદન કેન્દ્રોએ તપાસ કરતા

(૧) દસ બાય દસની નાનકડી રૃમમાં બીનઆરોગ્યપ્રદ રીતે પૂરી બનતી હતી જેમાં પાણી,લોટ અને વાસણો પણ બિનઆરોગ્યપ્રદ હતા અને પૂરી બનાવીને જમીન પર ઢગલા થતા હતા!

(૨) મોટાભાગની જગ્યાએ નાંખી દેવા માટેનું દાઝેલું તેલમાં પૂરી તળાતી હતી જે આરોગ્ય માટે અત્યંત જોખમી છે

(૩) બાફેલા બટાટા અને ચણાં અત્યંત નબળી ગુણવત્તાના અને સડેલા હતા

(૪) મીઠી અને લીલી ચટણી (જે ફૂદીના તરીકે અપાતી) હલકી કક્ષાના ગોળ,ખજુર તો ઠીક ઝેરી કેમીકલનો ઉપયોગ કરીને તેને રંગીન બનાવાતી હતી તો શુધ્ધ ફૂદીનાને બદલે રંગ વપરાતો હતો.

(૫) ઘણે સ્થળે ફૂડ લાયસન્સ ન્હોતા (૬) માલ બનાવનાર લોકો પણ સ્વચ્છતાના ધોરણો પાળતા ન્હોતા.

આ અન્વયે ફૂડ વિભાગે (૧) પૂરી બનાવવા વપરાતું ૬૭૦ કિલો દાઝ્યું તેલ (૨) ૫૨૦ કિલો સડેલા બાફેલા બટેટા (૩) ૨૮૦ કિલો બાફેલા સડેલા ચણા (૪) ૭૪૦ લિટર વાસી ચટણી અને કેમીકલયુક્ત ફૂદીનાનું પાણી (૫) ૭ કિલો કેમીકલ કલર જે આરોગ્ય માટે અતિ જોખમી હોય છ તે સહિત ૨૨૧૭ કિલો અખાદ્ય માલનો નાશ કરાયો હતો અને ૧૨૮ ધંધાર્થીઓને નોટિસો અપાઈ છે.

મોટાભાગના ઉત્પાદન કેન્દ્રો રહેણાંકવિસ્તારમાં આવેલા છે. રાજકીય દખલ કે ઉચ્ચ અફ્સરોની ઉદાસીનતા જવાબદાર મનપાનું ફૂડ ખાતુઃ ૧ દિવસ ચેકીંગ, ૧૦૦ દિવસ 'વહીવટ' શહેરમાં ખુલ્લેઆમ દાઝ્યાતેલમાં તળાતું ફરસાણ પણ મનપા કુંભકર્ણની નિદ્રાની જેમ મહિનાઓ સુધી સુષુપ્ત! રાજકોટમાં પાણીપૂરીમાં આજે ખુલેલી ભેળસેળ કોઈ નવી વાત નથી, નફાખોરો નામાંકિત હોટલોમાં પણ બેફામ ભેળસેળ કરતા રહે છે પણ પ્રજા માટે ખાટલે મોટી ખોટ એ છે કે મનપાનું ફૂડ ખાતુ એકાદ દિવસ કામ કરીને ૧૦૦ દિવસ કે વધુ દિવસો સુધી ભેદી 'વહીવટ'માં સક્રિય રહે છે.

આજે પાણીપૂરીનું ચેકીંગ કરાયું, જે નિયમિત થાય એ માટે મનપામાં ફૂડ વિભાગને પ્રજાના ખર્ચે નિભાવવામાં આવે છે પણ કહે છે કે રાજકીય ચંચુપાત કે અધિકારીઓની નિંભરતા કે ભ્રષ્ટાચાર કે અન્ય કારણે નિયમિત કામગીરી થતી નથી. માત્ર કાગળ પર દર સપ્તાહે કામગીરીના શંકાજનક રિપોર્ટ જાહેર કરી દેવાય છે જેમાં ક્યાં શુ ચેકીંગ કર્યું તેની વિગતો કદિ જાહેર નથી થતી.

રાજકોટમાં પાણીપૂરીની પૂરી જ નહીં, ખુલ્લેઆમ વેચાતું ફરસાણ દાઝ્યા તેલમાં તળાય છે. કોઈ પણ ચીજ એક વાર તેલમાં તળી લીધા પછી કડાઈમાં તેલ વધી પડે છે એ દાઝ્યું તેલ છે જેમાં ફરી કોઈ ફરસાણ તળવું એ રોગને આમંત્રણ આપવા બરાબર છે એ વાત આરોગ્ય અધિકારીઓ સારી રીતે સમજે છે અને લોકોને પણ કહે છે પણ આ મુદ્દે ચેકીંગ કરાતું નથી.

કુંભકર્ણની નિદ્રાની જેમ એકાદ-બે કે ત્રણ-ચાર દિવસ ચેકીંગ ચાલ્યા પછી ફૂડ ખાતુ પ્રમાદી બની જાય છે જેને રોકવા કમિશનરે જ પગલા લેવા પડે તેમ છે, કારણ કે આરોગ્ય ખાતુ કમિશનરે પોતાની પાસે રાખ્યું છે.

 

source: gujaratsamachar

રાજકોટ/Rajkot,આરોગ્ય & ફિટનેસ/Health & Fitness,View : 397

    Comments

    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • સંજયસિંહ12/04/20188/4/2018 ના રોજ રાત્રે 10:04 વાગે દીકરા નો જન્મ રાશી અને નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The distance between who I am and who I want to be is separated only by my actions and words.Unknown