અક્કલ…..

 • ચિંતા

  ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે

પાટણમાં લગ્નના દાંડીયારાસમાં બાળકનું વીજ કરંટથી મોત, આનંદનો પ્રસંગ શોકમાં ફેરવાયો

201603Dec
પાટણમાં લગ્નના દાંડીયારાસમાં બાળકનું વીજ કરંટથી મોત, આનંદનો પ્રસંગ શોકમાં ફેરવાયો

પાટણ શહેરના જીવનધારા સુકેતુ ગેટ નં.ર માં રહેતા રહીશનાં ત્યાં લગ્ન પ્રસંગ હોઈ સોસાયટીના કોમન પ્લોટમાં દાંડીયા રાસ માટે મંડપ બાંધવામાં આવ્યો હતો અને રાત્રીના સુમારે મંડપમાં હેલોજન સહિતની લાઈટો ચાલુ કરી હતી તે સમયે બાળકો દાંડીયારાસના મંડપમાં રમી રહ્યા હતા તે દરમ્યાન એક બાળક ખુલ્લા વીજ વાયરને અડકી જતા વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજવા પામ્યું હતું.

ઘટનાને પગલે લગ્ન પ્રસંગમાં આવેલ લોકો તેમજ સોસાયટીના રહીશોના ટોળે ટોળા થઈ જવા પામ્યા હતા અને શુભાશુભ પ્રસંગમાં સોંપો પડી જતા શોકમય વાતાવરણ બની જવા પામ્યું હતું ત્યારે પરિવારજનોએ આ અંગે પાટણ શહેર બી ડીવીજન પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પી.એમ.

અર્થે ધારપુર મેડીકલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી અને તેના રીપોર્ટ આવ્યા મુજબ પોલીસ દ્વારા કાર્યવાહિ હાથ ધરાશે. પાટણ શહેરના જીવનધારા સુકેતુ ગેટ નં.ર માં રહેતા રહીશનાં ઘરે લગ્ન પ્રસંગ હોઈ સોસાયટીના કોમન પ્લોટમાં દાંડીયારાસ માટે મંડપ સહિત હેલોજન લાઈટો ગોઠવવામાં આવી હતી.

ગત રોજ સાંજ ઢળતાની સાથે જ દાંડીયારાસ માટે બાંધેલ મંડપમાં હેલોજન સહિતની લાઈટો ચાલુ કરવામાં આવી હતી ત્યારે રાત્રીના સમયે બાળકો મંડપની આસપાસ રમી રહ્યા હતા તે દરમ્યાન સોસાયટીના મકાન નં.૭ માં રહેતા વિમલભાઈ માલતીબેન પ્રજાપતિનો દિકરો પ્રિન્સ ઉ.૧૦ વર્ષ અને ધો.પ માં અભ્યાસ કરતો બાળક રમતા રમતા લોખંડની પાઈપ પર બાંધેલ વીજ વાયર જે ખુલ્લો હોઈ અને તેને બાળક અટકી જતા વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નિપજવા પામ્યું હતું.

ત્યારે અચાનક શોર્ટ સર્કીટ થતા અને બાળક જમીન પર ઢળી પડતા લગ્ન પ્રસંગમાં આવેલ તેમજ સોસાયટીના રહીશો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્યાં જોતા લોખંડની પાઈપ પર બાંધેલ મંડપ અને તે જ પાઈપ પર હેલોજન લાઈટ મુકેલ હોઈ અને તેનો વીજ વાયર ખુલ્લો રાખવામાં આવતા અને તેના પર ટેપ ન મારવામાં આવતા બાળક તેને અડકી જતા વીજ કરંટ લાગ્યો હોઈ અને બાળકનું મોત થતા સોસાયટીમાં શોકમય વાતાવરણ છવાઈ જવા પામ્યું હતું.

ઘટનાના પગલે બાળકના પરિવારજનો ચોધાર આંસુએ રડી પડતા હૈયું હંપાવી દે તેવી સ્થિતિ ઉભી થવા પામી હતી ત્યારે આ બાબતની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સઘળી વિગતો મેળવી લાશનું પંચનામું કરી પી.એમ. અર્થે ધારપુર મેડીકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

મૃતકના પરિવારજનો શું કહે છે આ અંગે મૃતકના પરિવારજનોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સોસાયટીમાં લગ્ન પ્રસંગ નિમિત્તે કોમન પ્લોટમાં દાંડીયારાસ માટે મંડપ બાંધવામાં આવ્યો હતો અને તે પણ લોખંડની પાઈપ ઉપર બાંધેલ હોઈ તે પાઈપ પર જ હેલોજન લાઈટ બાંધી હતી પરંતું મંડપ ડેકોરેશન વાળાની બેકાળજીને લઈ હેલોજન લાઈટનો વીજ વાયર ખુલ્લો હોઈ તેને બંધ ન કરતા અને રાત્રીના સમયે બાળકો રમી રહ્યા હતા તે વખતે પ્રિન્સ રમતા રમતા વીજ વાયરને અટકી જતા તેને કરંટ લાગવાથી ઘટના સ્થળે જ તેનું મોત નનિપજવા પામ્યું હતું ત્યારે મંડપ ડેકોરેશનવાળાએ વીજ વાયર ખુલ્લો રાખવો ન જોઈએ તેની બેકાળજીને લઈને જ બાળકનું મોત નિપજ્યું છે ત્યારે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.

પોલીસ શું કહે છે આ અંગે પોલીસને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે જીવનધારા સુકેતું સોસાયટીમાં અકસ્માતે વીજ કરંટ લાગવાથી બાળકનું મોત નિપજવા પામ્યું છે ત્યારે બાળકની લાશને પી.એમ. અર્થે ધારપુર મેડીકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને આ બાબતે તપાસ ચાલુ છે. આમાં કોઈપણની બેદરકારી ધ્યાને આવશે તો આ બાબતે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવશે.

 

source: sandesh

પાટણ/Patan,View : 570

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • બોલીને જીતનાર કરતાં બોલીને પાયમાલ થનારની સંખ્યા ઘણી મોટી છે.