અક્કલ…..

 • સરપંચ બાપુ


  બાપુ સરપંચ બની ગયા ઘરે પાર્ટી રાખી
  ડીજે : કેવા ગીત વગાડું બાપુ,
  બાપુ : ૨ – ૪ સારા વગાડી દેને ભૈલા બાકી તો પીધેલા છે એટલે જનરેટર ના અવાજ ઉપર પણ નાચશે.

પાટણની પ્રભુતા, ગુજરાતની અસ્મિતા અને મુન્શી

201426Jun
 પાટણની પ્રભુતા, ગુજરાતની અસ્મિતા અને મુન્શી

હાલમાં જ પાટણની રાણકી વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ખૂબ જ પ્રતિષ્ઠિત ગણાતી આ યાદીનું વિશ્વમાં અનેરુ મહત્વ છે. આ યાદીમાં કોઇ પણ સ્થાપત્યનું નામ આવવાથી તેને આગવું મહત્વ મળે છે. વિશ્વનાં ખૂણે ખૂણેથી પ્રવાસીઓ આ યાદીમાં સામેલ સ્થળે વધારે આવતાં હોય છે. એ રીતે પાટણને ટૂરિસ્ટોનો પણ લાભ મળશે.

ઉત્તર ગુજરાત સામાન્ય રીતે આઝાદી બાદ અને ખાસ કરીને ગુજરાતની સ્થાપના બાદ ગુજરાતનાં રાજકારણમાં ગૌણ હતું. મોટા નેતાઓ કે અન્ય રીતે પણ ઉત્તર ગુજરાત હંમેશાં હાંસિયામાં રહ્યું. પણ ઉત્તર ગુજરાતનું પાટણ એક સમયે ગુજરાતની રાજધાની હતું. જ્યારે ગુજરાત પાટણથી ચાલતું હતું. સિદ્ધરાજ જયસિંહના સમયમાં પાટણ તેની પ્રસિદ્ધિની ટોચ પર હતું.

ગુજરાતની અસ્મિતા જેવો શબ્દ આપનાર કમા મુન્શીને પાટણ પર ખાસ હેત હતું. તેમની ગુજરાતની અસ્મિતાનાં ખ્યાલમાં પાટણ કેન્દ્રસ્થાને હતું. મુન્શીએ પાટણની પ્રભુતા જેવી લોકપ્રિય નવલકથા પણ લખી. આ ગુજરાતની અસ્મિતાનો ખ્યાલ રાજકારણમાં પણ વર્તમાન સમયમાં આવ્યો. ઉત્તર ગુજરાતનાં જ અને હાલમાં દેશનાં વડા પ્રધાન એવા નરેન્દ્ર મોદીએ પણ આ જ ખયાલ ઉજાગર કર્યો.

જો કે અહીં એક રસપ્રદ બાબત એ પણ છે કે ગુજરાતની અસ્મિતા શબ્દનો પ્રયોગ અને ખ્યાલ કમા મુન્શીએ કરાંચીમાં મળેલા ગુજરાત સાહિત્ય પરિષદનાં સત્રમાં કર્યો હતો.

મુન્શી પાટણ વિશે લખે છે કે, ગુજરાતની અસ્મીતાનું કેન્દ્ર એ પાટણ છે. પાટણ એ કોઇ નાનું શહેર ન હતું. શિક્ષણ, સંપત્તિ અને સુંદરતામાં તે તો પેરિસ, રોમ, એથેન્સ અને પાટલીપુત્રને પણ પાછળ પાડી દે તેમ હતું. વનરાજ ચાવડાએ તેનાં મિત્રની યાદમાં સ્થાપેલું શહેર એટલે આ પાટણ. આમ મિત્રતાની નિશાની એવું આ શહેરે તેની સ્થાપના બાદ ઉત્તરોઉત્તર પ્રગતિ જ કરી છે.

આ ઉપરાંત હાલનું ગુજરાતનું સૌથી મોટું શહેર એવું અમદાવાદના સ્થાપક અહેમદ શાહની પણ રાજધાની પાટણ હતી. તેમણે નવું શહેર વસાવ્યું અને ખાસ કાળજી રાખી કે તેમનું આ નવું શહેર એટલે કે અમદાવાદ તેમના જૂનાં શહેર એટલે કે પાટણને મળતું જ હોય. પાટણની જેમ જ નવા શહેરમાં દરવાજા બનાવાયા અને રહીશો માટે પોળોનું નિર્માણ કરાયું જે પણ પાટણની નકલ હતી, આમ પાટણ તેના સ્થાપત્યમાં અમદાવાદનું પણ પુરોગામી અને ઘણાંખરા અર્થમાં પ્રેરણારૂપ રહ્યું છે. ગુજરાતની મૂળ ઓળખ એવી ગુજરાતીની શરૂઆતમાં પણ પાટણનો ફાળો નાનોસુનો નથી. પાટણમાં રહેતા હેમચંદ્રાચાર્ય ગુજરાતી ભાષાનાં મશાલચી કહેવામાં આવે છે. આમ બધી રીતે પાટણ એ રાજ્યનાં ઇતિહાસમાં શિરમોર છે. પરંતુ હાલમાં આ શહેર મૂળભૂત સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. પરંતુ તેના એક સ્થાપત્યને રાણકી વાવને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન મળતાં હવે શહેરમાં સુવિધા પણ વધશે તેવી આશા રાખી શકાય.

Source : Sandesh

પાટણ/Patan,View : 3162

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જેના હાથમાં શસ્ત્ર હોય તે કદાચ વીર કહેવાય પણ જેના હાથ ની-સસ્ત્ર હોય તે જ સાચો મહાવીર કહેવાય….