અક્કલ…..

 • પતિ પત્ની

  ડોક્ટર - તમારી પત્નીનું અને તમારું બ્લડગ્રુપ એક જ છે ....!
  પતિ - 15 વર્ષથી મારું લોહી પી રહી છે તો એક જ હોય ને સર....

પાકિસ્તાને જખૌના દરિયામાંથી 60 માછીમારોનું અપહરણ કર્યું

201727Jan
પાકિસ્તાને જખૌના દરિયામાંથી 60 માછીમારોનું અપહરણ કર્યું

કચ્‍છની જળસીમાએ પાકિસ્‍તાન મરીને ફરીથી આતંક મચાવ્યો છે. એક તરફ પાકિસ્તાન તેની જેલમાં રહેલા ભારતીય કેદીઓને છોડી રહી છે, તો બીજી તરફ જોહુકમી કરીને ભારતીય જળસીમાની અંદર આવી જઇને ભારતીય માછીમારોનું અપહરણ કરે છે. પાકિસ્તાન મરીને પોરબંદરની 10 ફિશીંગ બોટોમાંના 6૦ માછીમારોના અપહરણ કર્યાંની માહિતી મળી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિેતી અનુસાર, 10 ફિશીંગ બોટમાંના 60 માછીમારોનું પાકિસ્તાને મરીને અપહરણ કર્યં છે. પાકિસ્તાન મરીને અરેબિયન સમુદ્રમાં ઈન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડરી લાઈન ક્રોસ કરીને જખૌ બોર્ડર પાસેથી આ માછીમારોનું અપહરણ કર્યું છે.

આ તમામ માછીમારો પોરબંદર, ઓખા, માંગરોળ વિસ્તારના છે. જેઓ સમુદ્રમાં માછીમારી કરવા નીકળ્યા હતા. નેશનલ ફિશ વર્કર્સ ફોરમ સિક્યુરિટીના મનીષ લોધારીએ આ વિશે જણાવ્યું કે, પાકિસ્તાને 10 બોટના 60 માછીમારોને પકડી લીધા છે. જોકે, આ આંકડો વધી પણ શકે છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાકિસ્‍તાન જેલમાં રહેલા 419 ભારતીય માછીમારોને ૨ તબક્કામાં છોડી મુકવામાં આવ્‍યા હતા. ગત ડિસેમ્બર 28ના રોજ પાકિસ્તાને 13 બોટના 65 માછીમારીનું અપહરણ કર્યું હતું.

આ પહેલા 19 નવેમ્બરના રોજ 6 બોટમાંના 36 માછીમારોનું અપહરણ કર્યું હતું. આમ, પાકિસ્તાન દ્વારા માછીમારોના અપહરણનો સિલસિલો અટકવાનું નામ લેવાતું નથી.

 

source: sandesh

ગીર સોમનાથ/Gir Somnath,પોરબંદર/Porbandar,View : 610

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિવેકથી વિવેક જન્મે છે, અને તેનો વિનિયોગ અવિરત ચાલ્યા કરે તો પૃથ્વી પર સ્વર્ગ ઉતર્યા વિના ન રહે.