અક્કલ…..

  • ચોર

    એક બાળક દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો - ઈંસ્પેકટર સાહેબ જલ્દી ચાલો, એક ચોર એક કલાકથી મારા પિતાજીને મારી રહ્યો છે.
    પોલીસ - ચોર એક કલાકથી મારી રહ્યો હતો ત્યારે તુ શુ એક કલાકથી તમાશો જોઈ રહ્યો હતો ?
    બાળક - નહી આ પહેલા પિતાજી ચોરને મારી રહ્યા હતા.

પાક.ની ફરી નફ્ફટાઈ, પોરબંદરના વધુ ૩૦ માછીમારો, ૫ બોટના અપહરણ

201704May
પાક.ની ફરી નફ્ફટાઈ, પોરબંદરના વધુ ૩૦ માછીમારો, ૫ બોટના અપહરણ

એક તરફ કોંગ્રેસ દ્વારા કિનારા બચાવો અભિયાન, બોટ યાત્રાનો પ્રારંભ બુધવારે સાંજે કચ્છના માંડવી બંદર ખાતે ખેડૂત જનસભાને સંબોધન કર્યા બાદ કરવામાં આવ્યો છે ત્યારે પાક. મરીન દ્વારા તેની નાપાક હરકતો યથાવત રાખી યાત્રા શરૃ થાય તેની પૂર્વ સંધ્યાએ પોરબંદરની વધુ પ બોટ અને ૩૦ માછીમારોના અપહરણ કરતા માછીમારોમાં િંચંતાની લાગણી વ્યાપી છે.

જે બોટના અપહરણ કરાયા છે તેમાં પિતા-પુત્રની એક એક બોટનો સમાવેશ થાય છે. છેલ્લા થોડા સમયથી ભારતની જમીન સરહદ પર એટલે કે કાશ્મીરમાં આતંકી પ્રવૃતિ પાડોશી દેશ પાક.

દ્વારા વધારવામાં આવી છે ત્યારે જળ સીમાએ પણ પાકિસ્તાન દ્વારા તેની નાપાક પ્રવૃતિ યથાવત રાખી હોય તેમ ગઈ કાલે સાંજે ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી પોરબંદરના સોનલબેન વિશાલ મઢવીની માલિકીની સોનુ સાગર બોટ, દીપક કેશવ ખોરાવાની માલિકીની સ્વસ્તિક ધારા બોટ, નીલેશ કાનજી પોસ્તરીયાની રાજસાગર બોટ અને તેના પિતા કાનજીભાઈ હરજીભાઈ પોસ્તરીયાની માલિકીની રાજ રાજેશ્વરી બોટ અને અન્ય એક બોટને પાક મરીન દ્વારા ઘેરી લેવામાં આવી હતી અને તમામ બોટ અને તેમાં રહેલા ૩૦ જેટલા માછીમારોના અપહરણ કરી લેવામાં આવ્યા હતા.

પાક મરીન માછીમારોનું અપહરણ કરીને કરાંચી બંદરે લઈ જઈ રહેલ ત્યારે એક ભારતીય માછીમારી બોટના એન્જીન રૃમમાં આગ લાગનું છમકલું પણ થયું હતું પણ કોઈ ખાસ નુકસાન થયું ન હતું. હજુ ગત અઠવાડિયે જ પાક.મરીને પ બોટ સાથે ર૯ માછીમારોનું અપહરણ કર્યું હતું અને હવે જયારે ફીશીંગ સીઝન પૂર્ણતાને આરે છે તે સમયે વધુ એક અપહરણ પાક મરીન દ્વારા કરી લેવામાં આવ્યું છે, જેને લીધે માછીમારોમાં રોષ જોવા મળે છે.

આવતીકાલે જયારે શશી થરૃરની આગેવાનીમાં ૧૩ જેટલા સાંસદોનું ડેલીગેશન પોરબંદર સહિત સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યું છે અને ખાસ કરીને પાક.દ્વારા વારંવાર થતા બોટના અપહરણની માહિતી મેળવવા અને આ અપહરણ કઈ રીતે અટકાવી શકાય તેના માટે ચર્ચા વિચારણા કરવા આ સાંસદોનું ડેલીગેશન આવી રહ્યું છે ત્યારે માછીમારો પણ આ ડેલીગેશન પકડાપકડીના વર્ષોથી ચાલતા ખેલ અંગે કંઈ નક્કર કામગીરી કરે તેવી આશા રાખે છે.

 

source: sandesh

પોરબંદર/Porbandar,ગુનો/Crime,View : 719

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Life is what we make it, always has been, always will be.Grandma Moses