અક્કલ…..

  • આજે મૂડ નથી

    સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
    પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
    સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિન : શ્રદ્ધાથી સમાપન થશે

201601Sep
પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિન : શ્રદ્ધાથી સમાપન થશે

ગુરૃવારે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે અમાસનું પર્વ છે, ત્યારે નડિયાદ ઉપરાંત જિલ્લાના વિવિધ શિવાલયોમાં ભોળાનાથની વિશેષ પૂજાના આયોજનો કરાયા છે. કેટલાક મંદિરોમાં લઘુરૃદ્ર અને યજ્ઞા જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. અમાસના દિવસે શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથનો અભિષેક કરી ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ પોતાની આસ્થા દર્શાવશે. ગુરૃવારે શ્રાવણ માસ વિદાય લઈ રહ્યો છે, ત્યારે શિવાલયોમાં દર્શનાર્થીઓની ભીડ જામશે. નડિયાદમાં આવેલ સંત રામેશ્વર મહાદેવ, મોટા મહાદેવ, છાંગેશ્વર મહાદેવ, રાજરાજેશ્વર મહાદેવ તથા હાટકેશ્વદ મહાદેવ જેવા વિવિધ શિવાલયો આવેલા છે.

જ્યાં શ્રાવણ માસ દરમ્યાન રોજેરોજ શિવજીનું પૂજન કરાયું હતું. ગુરૃવારે શ્રાવણ માસની અમાસનું પર્વ છે ત્યારે શિવમંદિરોમાં વિશેષ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શિવાલયો ઓમ નમ: શિવાય અને હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠશે. શ્રદ્ધાળુઓએ શિવભક્તિમાં લીન બનશે. અનેક મંદિરોમાં શિવમહિમ્ન સ્ત્રોત, લઘુરૃદ્ર, યજ્ઞા તથા મહાઆરતી જેવા કાર્યક્રમોનું આયોજન કરાશે. જ્યારે ઘણાં શિવાલયોમાં ધીના કમળ ભરવામાં આવનાર છે. ગુરૃવારે અમાસ નિમિત્તે મંદિરોમાં દર્શનાર્થીઓનો ધસારો રહેશે.

જેને લઈ શિવમંદિરો પાસે લોકમેળા ભરાશે. નડિયાદ ઉપરાંત જિલ્લાના અન્ય સ્થળોએ પણ ગુરૃવારે શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓ દ્ધારા ભોળાનાથનું વિશેષ પૂજન કરવામાં આવનાર છે. ગળતેશ્વર, ઉત્કંઠેશ્વર તથા ખેડા નજીક આવેલ શંકરાચાર્ય નગર જેવા જાણીતા સ્થળોએ સ્થાનિક ઉપરાંત બહારના શ્રદ્ધાળુઓનો પણ દર્શન માટે ધસારો રહેશે.

source: gujaratsamachar

આધ્યાત્મિક/Spiritual,View : 418

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The more you lose yourself in something bigger than yourself, the more energy you will have.Norman Peale